Abtak Media Google News

બે દિવસથી ગુજરાતના પ્રવાસે આવેલા એઇમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ પત્રકાર પરિષદ યોજી

કોરોના કોવિડ ૧૯ વાયરસ ગુજરાતમાં પરિસ્થિતિ વંચિત થઈ રહી છે. ખાસ કરી અમદાવાદ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે. જેના પરિક્ષરણ અર્થે એઇમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. બે દિવસથી ગુજરાતના પ્રવાશે આવેલા એઇમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ ગુજરાતની હોસ્પિટલમાં ખૂબ સારી વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું. અને આમ જનતાને કોરોના વાયરસ વિરુદ્ધ સુરક્ષા રાખવા તાકીદ કરવામાં આવ્યા હતા.

પત્રકાર પરિષદમાં એઇમ્સ ડાયરેકટ ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં તજજ્ઞો દ્વારા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ જરૂરી માર્ગદર્શનો પણ પુરા પાડવામાં આવશે. વધુ માં કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે ગુજરાત અને ખાસ અમદાવાદની હોસ્પિટલમાં કોરોના અંગેની સારવાર ખૂબ સારી આપવામાં આવે છે. ખાસ આઇસીઉની સવલતો પણ વિશ્વ સ્તર જેવી આપવામાં આવે છે.

વધુમાં જણાવતા એઇમ્સ ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોના પોઝિટિવ દર્દીઓના પરિવારજનો અને પડોશીમાં વાયરસનો ચેપ લાગવાની શકયતા વધુ રહેતી હોવાથી તેઓએ વધુ સંભાળ રાખવાની જરૂર હોય છે. અને જે દર્દીઓમાં કોરોના લક્ષણો સાથે અન્ય બીમારીઓ હોવાથી મૃત્યુનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.