Abtak Media Google News

ભારતીય ઓલિમ્પીક સંઘે તેના જુના નિયમો જ યથાવત રાખ્યા: વ્યકિતગત સ્પધામાં ૬ અને ટીમ સ્પર્ધામાં છેલ્લા ૮ ની પસંદગી

ભારતીય ઓલિમ્પિક સંઘે શુક્રવારે કેટલીક વિશિષ્ટ રમતોમાં એશિયાઇ રમતની પસંદગી પ્રક્રિયા પર સરકારે પ્રસ્તાવને ઠુકરાવી દીધો આ પ્રસ્તાવને નામંજુર કરતા આઇઓએ એ કહ્યું કે, આ મહિને પસંદગી દરમિયાન ખેલ મંત્રાલયની ચિતાઓને સંબોધીત કરી હતી.

મંત્રાલયે ૧૮ જુલાઇએ આઇઓએને એવા કેટલાક વિશેષ નિયમોમાં પસંદગી કરવાની દરખાસ્ત કરી હતી જેમાં કોઇ રમતમાં કે કોઇ એથ્લીક અભ્યાસ દરમિયાન કોઇ કમી કે ટુર્નામેન્ટમાં ઓછું પ્રદર્શન ના કારણે ડીસકવોલીફાઇડ થઇ ચુકયા હોય પણ એનામાં શેષ ચાર રેન્કમાં આવવાની શકયતા હોય તેમને ફરીથી મોકો મળે.

પરંતુ આઇઓએ પોતાની કોર ટીમ અને કાયદાકીય ટીમની બેઠક બાદ ખેલાડીઓની પસંદગીની દરખાસ્ત ના મંજુર કરી જે મુજબ વ્યકિતગત સ્પર્ધામાં શેષ ૬ અને ટીમ રમતમાં શેષ ૮ ની પસંદગી કરવામાં આવે છે. આઇઓએ અઘ્યક્ષ નરિહર બત્રાએ ખેલ સચિવને ૧૮ જુલાઇએ લખેલા  પત્રમાં લખ્યું હતું કે તેઓ એવા એશિયાઇ ખેલાડીઓની ટીમ વિશે જાણકારી પ્રાપ્ત કરે છે જે વ્યકિતગત ખેલમાં ૬ કે ટીમ ગેમ્સમાં ૮માં ક્રમે ન હોય આમ છતાં એશિયાઇ ગેમ્પમાં ૪થો રેન્ક લાવી શકવા સક્ષમ હોય બત્રાએ કહ્યું, આઇઓએની કોશ સમીતી અને કાયદા સમીતીએ આજ મુલાકાત કરી અને વિસ્તૃત ચર્ચા કર્યા બાદ પાયાનાએને બધા જ નામોની પસંદગી થઇ ચુકી છે.

આઇઓએના એક અધિકારીએ કહ્યું અમે મંત્રાલયના પ્રસ્તાવને જોઇ ચુકયા છીએ કે શું એવા પણ એથ્લીટકે ટીમ છે. જે આઇઓએના માપદંડના આધાર પર પસંદગી નથી પામ્યા. પણ એમની પાસે શેષ ૪માં આવવાની કાબેલીયત છે. અમે બધી જ રમતોમાં જોયું અને અમને લાગ્યું કે અમે બધી જ ગેમ્સને આમા સામેલ કરી છે જો કે અમારા માપદંડ મંત્રાલયના સુચનથી વધારે અસરકારક છે. અને તેમાં બદલાવની કોઇ જરુરત નથી. એટલે જ અમે મંત્રાલયની દરખાસ્ત નામંજુર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.