Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ યોજાયો : સાંઇરામ દવે અને શૈલેષ સગણરીયાએ માતૃભાષાના મહત્વ વિશે વકતવ્ય આપ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે આજે  વિશ્વ માતૃભાષા દિવસ નીમીતે માતૃભાષા મહોત્સવ યોજાયો હતો. ગુજરાતી સાહિત્ય અકાદમી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમ મળી માતૃભાષા મને ગુજરાતી એવા નામથી યોજાનારા આ કાર્યક્રમમાં જાણીતા હાસ્યકાર સાહિત્યકાર સાંઇરામ દવે અને જાણીતા ચિંતક શૈલેષ સગણરીયાએ માતૃભાષાના મહિમા વિશે વ્યાખ્યાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ ભાગ્યેશ જહા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણી તેમજ સિન્ડીકેટ સભ્ય ડો. ધરમભાઇ કાંબલિયા વિશેષ ઉ5સ્થિત રહ્યા હતા.

આ તકે બન્ને વકતાઓએ વિઘાર્થીઓને માતૃભાષાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા જે ભાષામાં વિચારવાનુ લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા, ર1મી ફેબ્રુઆરી આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકિકતમાં માતૃભાષા આંદોલનનો દિવસ છે. કારણ કે ભાષાએ અભિવ્યકિતનું માઘ્યમ છે. મા, માતૃભાષાઅને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી. ગુજરાતી ભાષા 700 વર્ષ કરતા વધુ જુની છે.

ગુજરાત બહાર, ગુજરાતી લોકો દ્વારા દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં  ભારતના અન્ય રાજયોમાં ખાસ કરીને મુંબઇ અને પાકિસ્તાનમાં ગુજરાતી બોલાય છે. ભાષા થકી આપણે એક બીજાને ઓળખીએ છીએ એમાં માતૃભાષાને લીધે એકબીજા સાથે વિચાર વિમર્શ કરવા વધારે સરળતા પડે છે. ગમે તેટલી  ભાષાઓ આવડતી હોય પણ આપણે વિચારો તો માતૃભાષામાં જ કરીએ છીએ. એટલે જ તો આપણે જોઇએ છીએ કે માતૃભાષામાં ભણતા બાળકોની પરિણામની ટકાવારી પ્રમાણમાં બીજી ભાષામાં ભણતા બાળકો કરતા વધુ આવતી હોય છે.

 Screenshot 12 13 હાલ વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજી વચ્ચે ત્રિશંકુ જેવી હાલતમાં અટવાયા છે: શૈલેષ સગપરિયા

શૈલેષ સગપરિયા અબતકને જણાવે છે કે,આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ કરીને યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ માતૃભાષાના ગૌરવથી પરિચિત થાય,માતૃભાષાના મહત્વથી પરિચિત થાય એ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં સાંઈરામભાઈ અને હું બંને સાથે મળીને માતૃભાષા નું મહિમાગાન કર્યું છે.

સમગ્ર વિશ્વ પોતાની માતૃભાષાને મહત્વ આપી કઈ રીતે પ્રગતિ કરે છે તેના અલગ-અલગ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને પ્રાધ્યાપકો સાથે વાત કરી છે.ખાસ હાલ અંગ્રેજી ભાષાને આપણે એટલું પ્રભુત્વ આપી દીધું છે કે વિદ્યાર્થીઓ નથી રહ્યા અંગ્રેજીના કે નથી રહ્યા ગુજરાતીના બંનેની વચ્ચે અટવાયા હોય તેવી ત્રિશંકુ જેવી હાલત થઈ છે,પણ હજુ ગુજરાતી પ્રત્યેનો પ્રેમ તો દરેકમાં છે,એ પ્રેમ પર થોડી ધૂળ જામી છે તે ધૂળ ઉડાડવા માટેનો આ એક પ્રયાસ છે અને અત્યારે વિદ્યાર્થીઓને નવી પેઢી પણ ગુજરાતી ભાષાને પ્રેમ કરે છે,પરંતુ તેમની સામે ગુજરાતી એ રીતે પ્રસ્તુત થતી નથી જે રીતે તેઓ સમજી શકે.

Screenshot 11 16

માતૃભાષાનું જતન અને સંવર્ધન કરવું આપણી જવાબદારી: પ્રો. જે.એમ.ચંદ્રવાડીયા

અબતક સાથેની વાતચીતમાં ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક પ્રો.જે.એમ ચંદ્રવાડીયા જણાવે છે કે,આજે 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ આજે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશભાઈ ઝા ની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં એક સાથે 75 જગ્યાએ આ માતૃભાષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં 75 જગ્યાએ જુદા જુદા સારસ્વતો,સાહિત્યકારો, લોકસાહિત્યકારો માતૃભાષા નું મહિમા ગાન કરવા જઈ રહ્યા છે.માતૃભાષાનું સંવર્ધન એટલા માટે થવું જોઈએ કે માતૃભાષા એટલે આપણી માતાની ભાષા અને જ્યારે માતૃભાષા લુપ્ત થાય ત્યારે ત્યાંની સંસ્કૃતિ લુપ્ત થતી હોય છે.

આપણે એ સંસ્કૃતિને બચાવવા માટે તેનું જતન કરવા માટે માતૃભાષાને બચાવવી પડશે તેનું સંવર્ધન કરવું પડશે અને એ માટે આજનો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અકાદમીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાખ્યો છે.સંપૂર્ણ કેમ્પસના જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો અધ્યક્ષો આમાં જોડાયા છે.હાલ યુવાનોનું અંગ્રેજી ભાષા તરફનું વલણ વધ્યું છે,દરેક ભાષા સન્માનનીય છે, દરેક ભાષા એ કોઈની માતૃભાષા છે પરંતુ આપણી માતૃભાષાનું જતન અને સંવર્ધન કરવાની જવાબદારી આપણી છે અને દરેકે કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.