બગસરામાં ભારે વાહન રોકી મહિલાઓનું વિરોધ પ્રદર્શન

બગસરામાં નદી પરા વિસ્તાર માં છેલ્લા ઘણા સમયથી ભારે વાહન નો ત્રાસ વધતા ત્યાંના રહેવાસીઓ દ્વારા અનેકવાર તંત્રની મૌખિક તથા લેખિત રજૂઆતો કરતાં કોઈ પરિણામ ન આવતા થોડાક સમય પહેલા ત્યાં ના રહેવાસીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પીડબલ્યુડી તથા ધારાસભ્ય ને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી છતાં કોઈ પરિણામ ન મળતા ફરી મહિલાઓએ ભારે વાહનને રોકવાનું ચાલુ કર્યું આવેદનપત્રમાં સાત દિવસ નો સમય પણ તંત્રને આપ્યો હતો રાત્રિના સમયે સુતેલા નાના બાળકો આ ભારે વાહન ના ત્રાસ થી ઉઠી જતા હોય જેથી ત્યાંની મહિલાઓ રોષે ભરાઈ અને વાહન રોકવાનું ચાલુ કર્યું હતું ત્યાં નીકળતા તમામ વાહનો ને બાયપાસ થી જવાનું કહ્યું હતું આ બાબતે જો તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ભારે વાહન બંધ કરવામાં નહીં આવે તો નાછૂટકે રોડ ચક્કાજામ કરવાનું પણ ત્યાંના રહેવાસીઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો