ગોંડલની અમૃત કોવિડ હોસ્પિટલનુ સુકાન ખાનગીને સોંપાતા વિરોધનો વંટોળ

0
55

સરકારી હોસ્પિટલમાં પુરતો સ્ટાફ ન હોવાથી ખાનગી હોસ્પિટલને સોંપવાનુ પ્રાંત અધિકારીએ જણાવ્યું 

ગોંડલ શહેરમાં દિનપ્રતિદિન કોરોના વાઈરસ નાં વધતા જતા કેસ ને લઈને લોકોમાં તેમજ તંત્રમાં ચિંતા નું મોજુફરી રહ્યું છે ત્યારે મૃત્યુ દર પણ ચિંતાજનક વધી રહ્યો છે ત્યારે લોકોને સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે  ધ્યાનમાં લઈને ખટારા સ્ટેન્ડ પાસે આવેલ અમૃત કોવિડ હોસ્પિટલ સરકાર હસ્તક ચાલુ કરવામાં આવી હતી પરંતુ માત્ર  છ દિવસ ની અંદર ખાનગી ડોકટરો ને સોંપતા  પ્રબુદ્ધ નાગરિકો માં  તહેર તહેર ની ચર્ચાઓએ જોર પકડયું છે   અમૃત કોવિડ હોસ્પિટલ નું ખાનગી કરવાની વાત ને લઈને પ્રાતઅધિકારી રાજેશ આલ નો ટેલિફોનનીક સંપર્ક સાંધતા જણાવ્યુ હતુ કે સરકાર પાસે પૂરતા ડોક્ટર નો હોવાથી ખાનગી ને સોંપવાનું જણાવ્યું હતું તેમજ એમ.બી કોલેજ ખાતે પણ 60 બેડ ની કોવિડ હોસ્પિટલ નું આયોજન ઉપર છે તેમને પણ ડોક્ટર પૂરતા નો મળે તો ખાનગી ને ચાલવા દેવામાં આવશે જેમનો ચાર્જ સરકાર ના નિયમ મુજબ ખાનગી ડોક્ટરો વસૂલી શકશે હાલ આ મહામારી માં જીવન બચાવું જરૂરી છે તેવું જણાવ્યું હતું

પરંતુ અમૃત કોવિડ હોસ્પિટલમાં 27 દર્દીઓની સારવાર ચાલુ હતી જેમની દેખરેખ ખાનગી ડોકટરો વિઝીટ ના આધારે મેન્ટન કરતા હતા જેમાં ગોંડલ સરકારી હોસ્પિટલ નો સ્ટાફ પણ કામગીરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે  અમૃત કોવિડ હોસ્પિટલ ને ખાનગી ને સોંપવાની વાત થતાંજ દાખલ દર્દીઓને સરકારી હોસ્પિટલ ખાતે યેનકેન પ્રકારે ધકેલી દેવામાં આવતા દર્દીઓના પરિવાર જનોમાં રોષ જોવા મળ્યો હતો.

અમૃત હોસ્પિટલમાં કોરોના ના. દર્દી ને દાખલ કરી તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે તેવુ બોડે હોસ્પિટલ બહાર મારવામાં આવ્યું છે જેમાં ઓક્સિજન વેન્ટિલેટર બાઈપેપ ડીફેબ મલ્ટીપેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ પરંતુ દાખલ દર્દીને વેન્ટિલેટર ની સુવિધા ન હોવાથી ગત રાત્રે જુનાગઢ ના સોની સુરેશભાઈ માધવજીભાઈ ધોળકિયા ઉ.વ.60 નુ વેન્ટિલેટર ના અભાવે મૃત્યુ થયુ હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું ત્યારે પુરતી સગવડતા ન હોવા છતાં ખાનગી સંચાલન કરતાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે જયારે ગોડલ તાલુકાના કોઈપણ લોકોને કોરોનાની લગતી જરૂરિયાત હોયતો ભાજપના અગ્રણીઓ નો સંપર્ક સાધવા જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જુનાગઢના દર્દીને સાજના વેન્ટિલેટર ની જરૂરિયાત ઉભી થઈ હોવાની વાત પ્રત્રકારોને ધ્યાન માં આવતાં પ્રફુલભાઈ ટોળીયા અને અશોકભાઈ પિપળીયાનો સંપર્ક સાધવામાં આવતાં તપાસ કરી લવ તેવું જણાવ્યું હતું પરંતુ વધુ સારવાર માટે રસ ન લેતા જુનાગઢના દર્દીનું  બે કલાક બાદ મોત થયું હતુ ત્યારે પરિવારજનોએ વેન્ટિલેટર ના અભાવે મોત થયું હોવાનું જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here