Abtak Media Google News

સામાજીક કાર્યકરે કચેરી બહાર અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

માળિયા મીયાણા મામલતદાર કચેરી ક્ષતિગ્રસ્ત થતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે માળિયા મામલતદાર દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે કચેરીને ખસેડવા કલેકટર સમક્ષ લેખિત રજુઆત કરતા માળિયા શહેરના લોકો ગીનાયા હતા અને રજૂઆત કરવા મામલતદાર કચેરીએ ઘા નાખ્યા હતા

માળિયા મીયાણા શહેરમાં મામલતદાર ઓફિસ ૨૦૧૭માં આવેલ પુરના લીધે ક્ષતિગ્રસ્ત થઈ જતા કોમ્પ્યુટર અને કાગળોને નુકસાન થતુ હોય તેવુ કારણ દર્શાવેલ અને નવુ બિલ્ડીંગ તાત્કાલિક ઉભુ કરવા માર્ગ મકાન વિભાગને જાણ કરી હતી અને વૈકલ્પિક માર્ગ પર હાલ પીપળીયા પાસે આવેલ ખાનગી રત્નકારનું કારખાનુ અથવા અન્ય જગ્યાએ આ ઓફિસ સ્થળાંતર કરવા કલેકટર સમક્ષ લેખિત રજુઆત કરાઈ હતી જેની જાણ સ્થાનિક લોકોને થતા રજૂઆત કરવા લોકો મામલતદાર કચેરીએ ઘસી ગયા હતા કે જો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી જ હોય તો માળિયા શહેર માં એવા ઘણા સરકારી બિલ્ડીંગ છે જેવા કે નગરપાલિકા, સરકારી હોસ્પિટલ કે સ્કુલો તો અન્ય જગ્યાએ માળિયાથી દુર લઈ જવાનુ કારણ શુ ?

આ વૈકલ્પિક ઓફિસ માટે ખાનગી મિલકત અને માળિયા શહેરથી ૨૦ કિ.મીના અંતરે કેમ ? માળિયા શહેર સાથે ઘાટીલા વેજલપર ખાખરેચી જેવા ઉપરના અગ્યાર ગામડાંઓના લોકોને શુ હાલાકી ભોગવવાની થાય જેવી બાબત ધ્યાનમાં રાખીને માળિયા શહેરમાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી સાથે માળિયાના સામાજિક કાર્યકર જુલ્ફીકાર સંધવાણીએ મુખ્યમંત્રીને સંબોધી ને પત્ર લખ્યો હતો. જો માળિયા મામલતદાર કચેરી માળિયા શહેરથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે તો તેવો કચેરી સામે અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરશે અને પાછળથી કાંઈ ખાના ખરાબી થશે તો તમામ જવાબદારીઓ સરકારશ્રીની રહેશે તેવી ચીમકી પણ સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.