Abtak Media Google News

સાગર સંઘાણી

કોઈ પણ ક્ષેત્ર હોય આજે મહિલાઓ આગળ વધી રહી છે ત્યારે ફરી એક વખત દેશ અને ગુજરાતને ગર્વ લેવા જેવી બાબત સામે આવી છે. વિશ્વભરના પસંદ થયેલા સાંસદો 146મી IPU એસેમ્બલી માટે બહેરીનમાં એકત્રીત થયા છે જેમાં જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયનમા ભારત સરકાર વર્તી ભાગ લેવા બહેરીન પહોંચ્યા છે. આ વખતે અસહિષ્ણુતા સામે લડવુ એટલે કે સહિષ્ણુતાની સ્થાપના કરવી તે થીમ છે જે ભારતનું ગૌરવ છે.

IPU શું છે ??

IPU એ રાષ્ટ્રીય સાંસદોનું વૈશ્વિક સંગઠન છે. તેની સ્થાપના 133 વર્ષ પહેલાં વિશ્વની પ્રથમ બહુપક્ષીય રાજકીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી, જે તમામ રાષ્ટ્રો વચ્ચે સહકાર અને સંવાદને પ્રોત્સાહન પુરૂ પાડે છે અને શાંતિપુર્વક રીતે સામાજીક રીતે સમાનતા સાથે અને અસ્તિત્વના સંવર્ધન માટે સૌ સમાજ ને સમાન તક પુરી પાડવા આ વખતેની થીમ “અસહિષ્ણુતા સામે લડવુ” તે છે.

Whatsapp Image 2023 03 14 At 11.14.00

ઉલ્લેખનીય છે કે ભારતીય પરંપરા અને સંસ્કૃતિની અનેકવિધ ભવ્યતા છે તે ભવ્યતામાં અનેક આદર્શોની જેમ સહિષ્ણુતા એ મુખ્ય છે અને ભારતને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનુ જે નેતૃત્વ સાંપડ્યુ છે તે નેતૃત્વ હેઠળ આ સાંસ્કૃતિકતા નુ આઝાદીના અમૃતવર્ષમાં રાષ્ટ્રભરમાં નાગરીકો દ્વારા સ્વીકૃત થય રહેલા જનઆંદોલનની વિશ્વ કક્ષાએ નોંધ લેવાઇ છે તેમજ નોંધપાત્ર બાબત એ પણ છે હાલ જ્યારે G20નુ ભારત યજમાન છે ત્યારે ભારતની પાયાની શાશ્ર્વત સુત્રાત્મક “વસુધૈવ કુટુંબકમ” ની થીમ વૈશ્વીક ફલક ઉપર સ્વીકૃત થઇ રહી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં આ અભિયાન એક જનઆંદોલન બનશે અને સાંસદોના ભવન એવા સંસદભવન અને તેમાં કામ કરનારાઓ માટે સંસ્થાઓને પ્રેરીત કરવાનું અને સદગુણથી સમૃદ્ધ કરવા પ્રોત્સાહીત કરશે.

આ મહત્વપુર્ણ શેડ્યુઅલ અંતર્ગત IPUની તમામ સંસદીય સંસ્થાઓની બેઠક મળી રહી છે, જેમાં તેની ચાર વિષયોની સ્થાયી સમિતિઓ, મહિલા સંસદોનો મંચ, યુવા સંસદસભ્યોનો મંચ અને સંસદસભ્યોના માનવ અધિકારોની સમિતિનો સમાવેશ થાય છે. જેમાં ભારતનુ પ્રતિનિધીત્વ ૧૨- જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ કરી રહ્યા છે તે સમગ્ર પણે ગૌરવપુર્ણ બાબત છે.

લોકસભા સ્પીકર અને સંસદ પૂનમબેન મળ્યા આર્મેનિયા અને ઇજિપ્તના સ્પીકરને

 

Whatsapp Image 2023 03 14 At 11.13.58 1
વિશેષમાં નોંધપાત્ર બાબત એ પણ છે કે લોકસભા સ્પીકર ઓમ બીરલા સાથે સંસદસભ્ય પૂનમબેન માડમ આર્મેનિયા અને ઇજિપ્તના સ્પીકરને મળ્યા હતા અને ભારત અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ભારતીય દ્વારા આપવામાં આવેલા યોગદાન અંગે ચર્ચા કરી હતી.

વધુ માં વિશ્વભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા સાથે, ભારત સરકાર વતી બહેરીનમાં ઇન્ટરપાર્લામેન્ટરી યુનિયન સેશનમાં ભાગ લેવા પહોંચેલા જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સંસદસભ્ય પૂનમબેન માડમ ભાગ લેવા ગયા છે તે વખતે બહેરીનમાં વસતા અને આપણા રાષ્ટ્ર અને રાજ્યનુ નામ રોશન કરતા ગુજરાતી પરીવારના ભાઇઓ-બહેનો ની મુલાકાત દરમ્યાન તેઓએ વિદેશમાં જે રીતે રાષ્ટ્રનું ખમીર ઝળકાવ્યુ છે તે જાણકારી ની આપ લે કરી સાંસદ પૂનમબેન એ સૌને પ્રગતીની શુભકામનાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.