Abtak Media Google News

લેબર લોઝ પ્રેક્ટીશનર્સ અને એડવોકેટ ગિરીશભાઇ ભટ્ટે કરેલી સફળ રજૂઆત

તા.૩૧ પ્રોવિન્ટફંડના કાયદાના વિવાદ જે તે રાજ્યની પ્રોવિડન્ટફંડ કચેરીના રીજીયોનલ પ્રોવિડન્ટફંડ કમિશ્નર મારફત ચલાવવામાં આવતો હોય અને તેના કોઇ નિર્ણય સામે અપીલ કરવાની રહેતી હોય તો કેન્દ્રની એક માત્ર દિલ્હી ખાતે માત્ર પ્રોવિડન્ટફંડ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ કરવાની રહેતી હતી. જેમાં કેન્દ્ર સરકાર દરેક રાજ્ય સેન્ટ્રલ ટ્રીબ્યુનલ જ મંજૂર આપતો હુકમ કર્યો છે.

પ્રોવિડન્ટફંડ એક્ટની જોગવાઇઓ મુજબ એન્ફોર્સમેન્ટ ઓફીસર જુદી સંસ્થાઓની મુલાકાત લઇ એક્ટની જોગવાઇઓ મુજબ આસી. પ્રોવિડન્ટફંડ કમિશ્નર કાયદાની જોગવાઇઓ લાગૂ કરી દે છે. ઘણી વખત સમાન પાર્ટનરો, ડાયરેક્ટરો હોય તો બન્ને કંપનીઓને ક્લબ કાયદાનું ખોટુ અર્થઘટન કરીને કાયદાની જોગવાઇઓ લાગુ કરે છે. માલીક તથા કામદારના બન્નેના હિસ્સાની રકમ જમા થવા લાગે છે. ઓફીસરો કાયદો ગાલુ પડતો ન હોવા છતાં કાયદો લાગુ પાડીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે.

આ જોગવાઇઓ પડકારવા માટે દેશભરમાં ફક્ત િેદલ્હી ખાતે જ ટ્રીબ્યુનલ હતી જેથી પક્ષકારોને ન્યાય મેળવવા માટે વારંવાર દિલ્હીના ધક્કા ખાવા પડતા હતા. જે આર્થીક રીતે ન્યાય ખુબજ મોંઘો પડતો હતો.

લેબરબાર એસોશીએશનના ધારાશાસ્ત્રી ગિરીશભાઇ ભટ્ે આ અંગે વડાપ્રધાન નરેન્દ્રમોદીને રજુઆત કરી હતી. આ અંગે નાણા મંત્રાલય અને શ્રમ મંત્રાલયે સાથે મળીને નિર્ણય લઇને હવે કે જે કેન્દ્ર સરકાર સમક્ષના બધા જ કેઇસો અંગે નિર્ણય લે છે તેવી કુલ ૩૨ ટ્રીબ્યુનલને આ કેસો સેન્ટ્રલ ટ્રીબ્યુનલ કે જે બહુમાળી ભવન લાલ દરવાજા અમદાવાદ ખાતે બેસે છે ત્યા આવતા માસમાં શ‚ થશે.

લેબર લોઝ પ્રેક્ટીશનર્સ એશો. અને એડવોકેટ ગિરીશભાઇ ભટ્ટ દ્વારા વડાપ્રધાન સમક્ષની થયેલ ‚બ‚ રજુઆતને ધ્યાને લઇને માત્ર બે માસમાં ટુંકા ગાળામાં સરકાર દ્વારા નિર્ણય લઇ લેબરલોઝ પ્રેક્ટીશર્સ એશો. રાજકોટના પુર્વ પ્રમુખ અને સીની. ધારાશાસ્ત્રી  ગિરીશભાઇ ભટ્ટને બાર એસો.ના સભ્ય યોગેશભાઇ રાજ્યગુ‚, ધનશ્યામભાઇ  ઠાકર, દિપેશભાઇ છાયા, વી.ડી. મહેતા, વિ.કે. ટીમ્બડીયા, અભયભાઇ શાહ, રાજુભાઇ સખરાણી, ડી.સી. જોષીએ અભિનંદન પાઠવેલા છે. તેમજ લેબર બાર એસોએશનને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.