સાયકોલોજીકલ ગુજરાત ફિલ્મ ‘ડ્રામેબાજ’ આવતીકાલથી રાજકોટ સહીત ગુજરાતમાં રીલીઝ

‘અબતક’ની શુભેચ્છા  મુલાકાતે ‘ડ્રામેબાજ’ ફિલ્મના કલાકારો

ઐતિહાસિક અને સત્ય ઘટના આધારીત વાર્તાને જુની રંગભૂમિના કલાકારોને લઇ અને અગાઉ બનાવવામાં આવતી ગુજરાતી ફિલ્મોનો માત્ર ગુજરાત જ નહી પરંતુ વિશ્ર્વમાં ડંકો હતો જેમાં જે તે પ્રદેશની ભાષા, પહેરવેશ, રહેણી કરણી, સામાજીક સાંસ્કૃતિક જીવન અને પારિવારિક ભાવના વગેરેના દર્શન થતાં હતા.

પરિવર્તન એ સંસારનો નિયમ છે. તેમ વર્તમાન સમયમાં પણ વર્તમાન રહેણી કરણી પહેરવેશ ભાષા વગેરેને લઇ ગુજરાત ફિલ્મો બનવા લાગી જેને સારા પ્રતિસાદ મળતા ગુજરાતી ફિલ્મો ટેલીફીલ્મો વગેરેનો વ્યાપ વધવા લાગ્યો છે.

વર્તમાન સમયમાં પણ બનતી ગુજરાતી ફિલ્મોમાં કંઇક અલગ ભાત પાડતી અને ભૂતકાળમાં કદાચ હજુ સુધી આવી ફિલ્મ આવી ન હોય તેવી સાઇકોલોજીકલ ગુજરાતી ફિલ્મ ‘ડ્રામેબાજ’ આવતીકાલે સમગ્ર ગુજરાતમાં રજુ થશે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા ગુજરાતી ફિલ્મ ‘ડ્રામેબાજ’ ના કલાકારો ગોપાલ હરિ, આદેશસિંઘ તોમર, સિંહાલી વાલા, રાહુલ રાવલ વગેરેએ સમગ્ર ગુજરાતમાં આવતીકાલે લોન્ચ થનારી પોતાની ‘ડ્રામેબોજ’ ફિલ્મ વિષે માહીતી આપણા જણાવ્યું હતું કે, અન્ય ગુજરાતી ફિલ્મો કરતા આ ફિલ્મ અનોખી પ્રકારની બનાવવામાં આવી છે.

ગુજરાતી ફિલ્મ ‘ડ્રામેબાજ’ મલ્ટીયલ પર્સનાલીટી ડીસ ઓલ્ડર બનાવવામાં આવી છે કે જેમાં બહુમુખી પ્રતિભા ન હોવા છતાં તેવો જ ભાસ થાય અને તે પ્રમાણેનું વર્તન કરે જેમ કે એક જ વ્યકિતમાં અનેક વ્યકિતના પ્રભાવો જોવા મળે અને એક જ પાત્ર આ જુદા જુદા વ્યકિતઓના વ્યકિતત્વને નિભાવે સાયકોલોજીકલ ફિલ્મ હોવા છતાં કોમેડીથી ભરપુર હોવાનું પણ ડ્રામેબાજ ફિલ્મના કલાકારોએ ‘અબતક’ ને જણાવ્યું હતું.

ગુજરાતી ફિલ્મ ‘ડ્રામેબાજ’ માં સાયકોલોજી નાટકનો અભિનય છે કે નાટકમાં ફિલ્મ છે એ જાણવાતો ફિલ્મ જોવી જ પડશે આ ફિલ્મને ખુબ સારો પ્રતિસાદ મળશે તેવો આશાવાદ પણ તેઓએ વ્યકત કર્યો હતો.ફિલ્મ ‘ડ્રામેબાજ’ ના પ્રોડયુસર ડાયરેકટર ગુનવીન કૌર (મુંબઇ), રોબીનસિંઘ સીકરવર તથા ગીત સંગીત કેદાર ભાર્ગવ તેમજ રીમા રામાનુજ, ચેતન દૈયા, કલ્પના કણડેકર જેવા સીનીયર એકટરોએ વિશેષ ભૂમિકા કરી છે. ગુજરાત સહિત રાજકોટના વિવિધ સિનેમા ઘરોમાં પણ ગુજરાતી ફિલ્મ ‘ડ્રામેબાજ’ આવતીકાલે રજુ થશે તેમ પણ તેઓએ ઉમેર્યુ હતું.