મનોવિજ્ઞાન ભવને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું, વર્લ્ડ રેકોર્ડ બનાવનાર ‘મનોવૈજ્ઞાનિક સર્વે એન્ડ આર્ટિકલ’ પુસ્તકનું વિમોચન

મનોવિજ્ઞાન ભવનની ટીમે કરેલ પુસ્તકનું લોકાર્પણ થયું.  આ સમારોહમાં જી. એલ. એસ યુનિવર્સીટી અમદાવાદ ના પ્રોવોસ્ટ ડો. ભાલચંદ્ર જોશી પુસ્તક વિમોચક તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિના ડો. નીતિનભાઈ પેથાણી ના  અધ્યક્ષ સ્થાને તથા ઉપકુલપતિ ડો. વિજય દેશાણીના સહઅધ્યક્ષ સ્થાને આ સમારોહ યોજાયો. સમારોહમાં સ્વાગત પ્રવચન ડો. ડિમ્પલ જે. રામાણી એ કરેલ અને બધાજ મહેમાનોને સત્કારૈલ.

કાર્યક્રમની રૂપરેખા ડો. ધારા દોશી એ વર્ણવીને જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન લાસ્ટ બે વર્ષથી સતત લોકસેવા કરી રહ્યું છે તેનાં પરિણામ સ્વરૂપે પુસ્તક લખાયું છે.  કોરોના કાળમાં મનોવિજ્ઞાન ભવને આ ચોથું પુસ્તક પ્રકાશિત કર્યું છે તેનું ગૌરવ છે.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો જનકસિંહ ગોહિલે  પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવનની ટીમે પ્યોર સાયન્સની સાથે સામાજિક વિજ્ઞાનને મુકી દીધું છે એક સમય હતો કે માત્ર સાયન્સનુ મહત્વ હતું પણ આ ભવનની ટીમે સતત કામ કરીને સામાજિક વિજ્ઞાન તેમાં ખાસ મનોવિજ્ઞાનની સામાજિક ઉપયોગીતા લોકો સુધી પહોંચાડી છે.  આવનાર સમયમાં મનોવિજ્ઞાનની ખુબ જ જરૂરિયાત ઉભી થવાની છે.

કોરોના કાળમાં રાજકોટ દેશમાં પ્રથમ એવો જિલ્લો હતો કે ત્યાં મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર પ્રથમ  ખુલ્યું હતું. તેનો શ્રેય મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને તેમની ટીમને જાય છે.  અફઘાનિસ્તાનની હાલની જે સ્થિતિ છે તેમાં મનોવિજ્ઞાનની તાતી જરૂરિયાત છે પણ ત્યાં આપણા મનોવિજ્ઞાન ભવન જેવું કામ કરતા લોકો નહીં હોય એટલે તેમની સ્થિતિ વઘુ વિકટ થશે.

કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી એ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું કે 126 આર્ટિકલનો સંગ્રહ એવું આ પુસ્તક 1 +2+6=9 નો ટોટલ નવ થાય છે એટલે ચોક્કસ આ પુસ્તક નવસર્જન કરશે,  આ ભવન નવસર્જન કરશે.  મનોવિજ્ઞાન ભવને આફતમાં અવસર શોધીને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને ગૌરવ અપાવ્યું છે તેની મને કુલપતિ તરીકે આનંદ છે.  સ્વનિર્ભર શાળા સંચાલન મંડળના કારોબારીના તમામ સભ્યો હાજર રહ્યા હતા,  મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપકોનું તેઓએ બુકે દ્વારા સન્માન કરીને પોતાનો રાજીપો વ્યક્ત કરેલ.

આ સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. નીતિન પેથાણી સાહેબ, ઉપકુલપતિ ડો. વિજય દેશાણી સાહેબ,ડો. ભાલચંદ્ર જોશી,ડો. નેહલ શુક્લ,  ડો.  ધરમ કાંબલીયા, ડો. ગિરીશ ભીમાણી,ડો. કલાધર આર્ય ,જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ ડો. નવીન પટેલ,ડો. દિનેશ પંચાલ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા,  પૂર્વ પ્રમુખઅજયભાઇ પટેલ,  મહામંત્રી પરિમલ પરડવા,  રાણાભાઇ, હર્ષદ જલુ, જયદીપ જલુ,  એલ. આઈસી. ઓફિસર અનિલભાઈ વિંઝુડા,   ડો. જયદીપસિંહ ડોડીયા,કિરણ મોર્યની,  ડો. એસ. જે. પરમાર,  ડો. ભરત કટારીયા, ડો. જે. ઍમ. ચંદ્રવાડીયા,  ડો.નિકેશ શાહ,  દિપક મશરૂ, ડો. જયસુખ મારકણા, ડો. રેખાબા જાડેજા,ડો. ભરત ખેર, ડો. ભેદી, ડો. પિયુષ સોલંકી,ડો. આર. સી. પરમાર અને બીજા ભવનના અધ્યક્ષ અને અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા મીડિયાના કર્મચારીઓ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના જુદા જુદા વિભાગના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.