પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમે ભાજપ અગ્રણીઓ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ગૂ‚પૂર્ણિમાના પાવન અવસર નિમિતે શહેરના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગૂ‚પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતુ ત્યારે શહેરનાં કુવાડવા રોડ ખાતે આવેલ પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, કિશોરભાઈ રાઠોડ, અનિલભાઈ પારેખ, મહેશ રાઠોડ, અશ્વીન મોલીયા, દલસુખ જાગાણી તેમજ વોર્ડ નં.૪ના સ્થાનિક અગ્રણી અશોક લૂણાગરીયા, સંજય ગોસ્વામી, સી.ટી. પટેલ,અનિલ મકવાણા, રસીક પટેલ, જે.બી. આચાર્ય સહિતના સાથે બહોળી સંખ્યામાં અગ્રણીઓએ પૂ. રણછોડદાસજી બાપુનું પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા.