Abtak Media Google News

રીયલ એસ્ટેટ ડેવલપર્સ કીસ્ટોન રિયલટર્સ લીમીટેડના ઈશ્યુની તૈયારી થઈ રહી છે સેબીમા આ માટે ડ્રાફટ રેડ હેરીંગ પ્રોસ્પેકટસ ફાઈલ 

કીસ્ટોન જે રિયલ્ટર્સ માઇક્રો માર્કેટ્સમાં કાર્યરત છે તેમાં મુખ્ય રિયલ એસ્ટેટ ડેવલપર્સ (યુનિટની સંખ્યામાં એબ્સોર્પ્શનની દ્રષ્ટિએ) પૈકીના એક છે (સ્તોત્ર: એનરોક રિપોર્ટ). વર્ષ 1995ની શરૂઆતથી અત્યાર સુધી તેઓ ગ્રાહક સંતોષ, સમુદાયોના નિર્માણ અને પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ જીવનશૈલી આપતી સ્પેસ ઊભી કરવા પર કેન્દ્રિત બ્રાન્ડ ઊભી કરવા આતુર છે. તેઓ તેમના ગ્રાહકો રુસ્તમજી બ્રાન્ડ એકથી વધારે હાઇ-એન્ડ એવોર્ડવિજેતા બિલ્ડિંગો, ગેટેડ કમ્યુનિટીઝ અને વસાહતો પ્રદાન કરવાના ટ્રેક રેકોર્ડને કારણે ગુણવત્તાયુક્ત ઓફર અને સેવાઓના વિશ્વસનિય પ્રદાતા તરીકે ઓળખાવાની આકાંક્ષા ધરાવે છે.

કંપનીનો એમએમઆર બજારમાં અનુભવ તેમને સમુદાયોના વિકાસ માટે આદર્શ સ્પેસ ઊભી કરવા પર્યાપ્ત કૌશલ્ય એક્વાયર કરવા અને સમજણ વિકસાવવામાં મદદરૂપ થયો છે. 31 માર્ચ, 2022 સુધી મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં  તેમણે 32 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા હતા, 12 પ્રોજેક્ટ ચાલુ છે અને 19 પ્રોજેક્ટ આવી રહ્યાં છે, જેમાં વાજબી, મધ્યમ અને સામૂહિક, આકાંક્ષી, પ્રીમિયમ અને સુપર પ્રીમિયમ કેટેગરીઓ અંતર્ગત વિવિધ પ્રોજેક્ટની રેન્જ સામેલ છે, જે તમામ તેમની રુસ્તમજી બ્રાન્ડ અંતર્ગત છે. 31 માર્ચ, 2022 સુધી તેમણે 20.05 મિલિયન ચોરસ ફીટમાં હાઇ-વેલ્યુ અને વાજબી રહેણાક બિલ્ડિંગ્સ, પ્રીમિયમ ગેટેડ એસ્ટેટ, ટાઉનશિપ, કોર્પોરેટ પાર્ક, રિટેલ સ્પેસ, શાળાઓ, આઇકોનિક લેન્ડમાર્ક અને અન્ય વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેકટ્ વિકસાવ્યાં છે.

કંપનીએ છ 8,500 મિલિયનના ઇક્વિટી શેર (દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 10)ના આઇપીઓ મારફતે ફંડ ઊભું કરવાની યોજના બનાવી છે. ઓફરમાં છ 7,000 મિલિયનના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને પ્રમોટર વિક્રેતા શેરધારકો દ્વારા છ 1,500 મિલિયન સુધીના વેચાણ માટેની ઓફર (વેચાણ માટેની ઓફર) સામેલ છે.

કંપનીએ તેના દ્વારા અને/અથવા તેની પેટાકંપનીઓ દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઋણની પુન:ચુકવણી/આગોતરી ચુકવણી, સંપૂર્ણપણે કે આંશિક રીતે કરવા માટે ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની તેમજ ભવિષ્યના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ એક્વાયર કરવા અને સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે ફંડનો ઉપયોગ કરવાની દરખાસ્ત રજૂ કરી છે.

ઓફરમાં   બોમન રુસ્તમ ઇરાનીના છ 750 મિલિયન સુધીના શેર;   પર્સી સોરાબજી ચૌધરી દ્વારા છ 375 મિલિયન સુધીના શેર અને  ચંદ્રેશ દિનેશ મહેતાના છ 375 મિલિયન સુધીના શેર (પ્રમોટર વિક્રેતા શેરધારક) સામેલ છે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનજર્સ તરીકે  એક્સિસ કેપિટલ લિમિટેડ અને ક્રેડિટ સુસ્સી સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.