Abtak Media Google News

ફેરિયાએ ઘેની પદાર્થ સુંઘાડી મહિલાને બેભાન કરી સોનાના દાગીના લઈ બેલડી ફરાર

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમા આવેલ પાંચ હાટડીયા વિસ્તારમા ધોળા દિવસે ઘરમાં મહીલા તેના ત્રણ બાળકો સાથે એકલી હતી જ્યારે ખાનગી કંપનીનું નામ લઈ વેચાણ અર્થે આવ્યા હોવાનું જણાવી મહીલા ઘરની બહાર આવતા મહિલાના મોઢા પર પાવડર જેવું સુધાડતા મહિલા બેભાન થઈ ગઈ હતી ત્યારે મહિલાએ પહેરેલા સોનાના દાગીનાની ચોરી કરી અજાણ્યા બે ચોર ઈસમો પલાયન થયા હતા મહીલા ભાનમાં આવી ત્યારે  આસપાસના લોકોને બોલાવતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ઈડર પોલીસને જાણ કરી હતી ચોરી થયાની જાણ થતાં ઈડર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આસપાસના સી.સી.ટી.વી કેમેરાની મદદ લઈ ધોળા દિવસે ચોરીને અંજામ આપનાર પલાયન થયેલા ચોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે

ત્યારે અજાણ્યા બે ચોર ઈસમો વિરૂદ્ધ મહિલાએ ઈડર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી જોકે રહેણાક વિસ્તારમાં ધોળા દિવસે મહીલાને બેભાન કરી પહેરેલાં સોનાના દાગીનાની ચોરીને અંજામ આપતા ચોર ટોળકી સક્રિય થઈ હોવાની રાવ ઉઠવા પામી છે ત્યારે સમગ્ર વિસ્તારનાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.