- પુણા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટીમે વિના મુલ્યે કુંડાનું કર્યું વિતરણ
- પક્ષીઓ પ્રત્યેની સહાનુભુતિ વધે અને ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળે તેવો ઉદેશ્ય
- મુકત મને વિહરતા પક્ષીઓની તરસ છીપાવવાના અભિયાનને મળી રહ્યો છે આવકાર
રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશના અનુસાર સુરતની પુણા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશું પંખીઓને વ્હારે આવ્યું છે. પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિના મુલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા. હતા. લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભુતિ વધે અને કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્વેશ સાથે કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મુકત મને વિહરતા પક્ષીઓ તરસતા છીપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે જિંદગી જીવદયા અભિયાન દ્વારા 1000થી વધું કુડાંનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
અનુસાર માહિતી દરમિયાન, ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય સાહેબના આદેશના અનુસાર આજરોજ પુણા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશું પંખીઓને વ્હારે આવ્યું હતું. તેમજ પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિના મુલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા.
અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભુતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્વેશથી રોજેરોજ પક્ષીઓની તરસ છીપાવવા પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300થી વધુ વિના મૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું.
પુણા પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મુકતમને વિહરતા પક્ષીઓ તરસતા છીપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે. જિંદગી જીવદયા અભિયાન દ્વારા 1000 થી વધું કુડાંનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય