Abtak Media Google News

શ્રદ્ધા મર્ડર કેસના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા છે. જે બેરહેમીથી તેણે શ્રદ્ધાની હત્યા કરીને તેના ૩૨ ટુકડા કર્યા હતા તે સાંભળીને હૈયું કંપી જાય છે. ત્યારે આવી જ એક દિલ્હીની ઘટના સામે આવી છે જેમાં તેણે આફતાબની જેમ પ્રેમિકાના ટુકડા કરવાના પ્રયાસ કર્યા હતા. એટલું જ નહિ મહિલાના જબડા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે.

Whatsapp Image 2022 12 03 At 5.15.15 Pm 1

મળતી માહિતી મુજબ આ ઘટના દિલ્હીના તિલક નગરની છે જ્યાં એક યુગલ લીવ-ઈનમાં રહેતા હતા. યુવકે મહિલાની હત્યા કરી અને ત્યારબાદ ઘરને તાળું મારીને ત્યાથી નાસી છુટ્યો હતો એક મહિલાની હત્યા કરી નાખી. આ પછી તે ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે આરોપીની પટિયાલાના તેના ગામ અલીપુરમાંથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યું કે તે મહિલાથી છુટકારો મેળવવા માંગતો હતો તેથી તેણે આ દુષ્કૃત્ય કર્યું .

Whatsapp Image 2022 12 03 At 5.15.15 Pm 2

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ મનપ્રીત છે જે પહેલા પણ અપહરણ અને હત્યાના કેસમાં સંડોવાયેલો છે. પોલીસને ગણેશ નગરમાં ગુરુવારે બપોરે એક મહિલાની હત્યાની માહિતી મળી હતી. પોલીસે દરવાજો તોડી અંદર જઈને જોયું તો પલંગ પર લાશ પડી હતી. ગળા અને જડબાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મહિલાની ઓળખ રેખા રાની તરીકે થઈ છે. રેખા તેની 15 વર્ષની પુત્રી સાથે ભાડે રહેતી હતી. મનપ્રીત લગભગ પાંચ વર્ષથી તેની સાથે લીવ-ઈન રીલેશનશીપમાં રહેતી હતો.

Whatsapp Image 2022 12 03 At 5.15.15 Pm

પોલીસ તપાસમાં વધુ જાણવા મળ્યું હતું કે આરોપી પહેલાથી જ પરણિત હતો. તેના લગ્ન ૨૦૦૬માં થયા હતા. તેની પત્ની અને બે બાળકો પણ છે. તે ૨૦૧૫માં રેખાના સંપર્ક આવ્યો હતો અને ત્યારબાદ બન્નેએ લીવ-ઈનમા રહેવાનો નિર્ણય લીધો હતો. જયારે તેનું એવું લાગવા લાગ્યું કે હું આ પ્રેમ સબંધમાં ફસાઈ જઈશ ત્યારે તેણે રેખાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતુ.

શ્રદ્ધા હત્યા કેસથી પ્રેરાઈને મનપ્રીતે રચ્યું હત્યાનું કાવતરું ???

શ્રદ્ધા કેસમાં પણ પ્રેમિકાની ચાકુથી જ હત્યા કરવામાં આવી હતી . ત્યારે શું રેખાને પણ શ્રદ્ધાની હત્યાથી પ્રેરાઈને મારી નાખવામાં આવી હશે.મનપ્રીતે છરો ખરીદ્યો હતો અને રેખાની હત્યા કરી ત્યારબાદ ઘરમાં 16 વર્ષની છોકરી હાજર હોવાથી તેણે ગુનો કર્યા પછી ફરાર થઈ જવાનું યોગ્ય માન્યું.

પોલીસના જણાવ્યા અનુસાર, રેખાની પુત્રીની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 201 (ગુનાના પુરાવા ગાયબ કરવા અથવા ખોટી માહિતી આપવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.