Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિ.ની ઈડીએસસીની બેઠક મળી, ૩૯માંથી ફકત ૨૩ વિદ્યાર્થીઓ રહ્યા હાજર : સુરેન્દ્રનગરના બીએ સેમ-૬ના વાઢેર તક્ષિતને ૧+૪ પરીક્ષાની સજા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે પરીક્ષામાં ચોરી કરનારા અને ગેરરીતી આચરનાર વિદ્યાર્થીઓને સજા કરવા માટેની ઈડીએસની બેઠક મળી હતી જેમાં કુલ ૩૯ વિદ્યાર્થીઓને બોલાવવમાં આવ્યા હતા અને ફક્ત ૨૩ વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. ૩૯ વિદ્યાર્થીઓમાથી ૩૮ વિદ્યાર્થીઓને ૧+૧ પરિક્ષાની સજા જ્યારે ૧ વિદ્યાર્થીને ૧+૪ની સજા ફટકારવામાં આવી હતી.

આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે પરિક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓનું હીયરિંગ હતું જેમાં બીએ, બી.કોમ, બી.બી.એ સહિતની પરીક્ષામાં ગેરરીતી આચરતા ૩૯ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ મોરબી,જેતપુર, સુરેન્દ્રનગર સહિતના ગામોમાંથી ઉપસ્થિત રહ્યા હતા.  વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ૩૯ વિદ્યાર્થીઓમાંથી ફક્ત ૨૩ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આ ૨૩ વિદ્યાર્થીઓને સાંભળ્યા બાદ તેઓનું હિયરીંગ કરી સજા ફટકારવામાં આવી હતી. ૩૯ વિદ્યાર્થીઓમાંથી ૩૮ વિદ્યાર્થીઓ કે જેઓ ગેરવર્તણૂક, મોબાઈલ, નોટબુક અને માઈક્રો ઝેરોક્ષ સહિતના સાથે ગેરરીતી આચરતા ઝડપાયા હતા તેઓની ૧+૧ પરીક્ષાની સજા આપવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગરનો એક વિદ્યાર્થી વાઢેર તક્ષિત કે જે બીએ સેમ-૬ની પરીક્ષામાં આન્સરશીટ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેને ૧+૪ની પરીક્ષાની સજા ફટકારવામાં આવી છે.

આજની આ ઇડીએસીની બેઠકમાં કુલપતિ પેથાણી, ઉપકુલપતિ દેસાણી, સિન્ડિકેટ સભ્ય ભરત રામાનુજ, ધરમ કાંમ્બલિયા અને નીતાબેન ઉદાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.