ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક ના પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી

કોરોના સંક્રમણ ખુબ જ પ્રમાણમાં વધી રહ્યું હોય અને અમુક લોકો દ્વારા હજુ પણ  માસ્ક પહેરવા બાબતે જોઈએ તેટલી કાળજી રાખવામાં આવતી ન હોય જેથી  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા  જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-2, મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ અને એસીપી પશ્ચિમ વિભાગ, દિયોરાના માર્ગદર્શન મુજબ આજરોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક ન પહેરનાર લોકાને 1000/- રૂપિયાની પાવતીઓ આપવામાં આવી અને દંડ ન ભરનાર લોકો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને અમુક સાવ ગરીબ અને શાકભાજીની લારીઓ ચલાવનારા લોકોને માસ્કનું વિતરણ કરી ફરજિયાત માસ્ક પહેરવા અંગે તાકીદ કરવામાં આવી.