Abtak Media Google News

દલિત સમુદાયના લોકો મોટા પ્રમાણમાં સંત રવિદાસની જન્મજયંતિ પર વારાણસી ખાતે ઉજવણી કરવા જતાં હોય તેવો મતદાનથી વંચિત ન રહે તેવી વિવિધ પક્ષોની રજુઆતને માન્ય ઠેરવતું ચૂંટણી પંચ

ચૂંટણી પંચે પંજાબ વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.  પહેલા આ મતદાન 14મી ફેબ્રુઆરીએ થવાનું હતું પરંતુ હવે 20મી ફેબ્રુઆરીએ થશે. અગાઉ, લગભગ તમામ પક્ષોએ ચૂંટણી પંચને પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો પર એક તબક્કામાં 14 ફેબ્રુઆરીએ યોજાનાર મતદાનને થોડા દિવસો માટે મોકૂફ રાખવા જણાવ્યું હતું.  પક્ષોએ કહ્યું કે રાજ્યના દલિત સમુદાયના ઘણા લોકો સંત રવિદાસની જન્મજયંતિ પર વારાણસી જશે. રવિદાસ જયંતિ 16 ફેબ્રુઆરીએ છે.

કોંગ્રેસ ઉપરાંત ભાજપે પણ ચૂંટણી પંચને મતદાન મોકૂફ રાખવાની વિનંતી કરી હતી, જેના પર પંચે સોમવારે નિર્ણય લીધો હતો.  હવે પંજાબ વિધાનસભાની ચૂંટણી 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે. કોંગ્રેસ, ભાજપ, બસપાએ ચૂંટણી પંચને મતદાન મોકૂફ રાખવાની વિનંતી કરી હતી, જેના પર પંચે સોમવારે નિર્ણય લીધો હતો.  હવે પંજાબ વિધાનસભાની ચૂંટણી 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે.  ચૂંટણી પંચે સોમવારે એક મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લીધો હતો.  તમામ પક્ષોએ ચૂંટણી પંચને અલગ-અલગ પત્ર લખ્યા હતા.  બહુજન સમાજ પાર્ટીએ પણ આ માંગ ઉઠાવી છે.

સીઇસીને લખેલા પત્રમાં ભાજપે કહ્યું હતું કે, “પંજાબમાં દલિત સમુદાયના ઘણા લોકો રહે છે, જેઓ ગુરુ રવિદાસજીમાં વિશ્વાસ રાખે છે. રાજ્યમાં અનુસૂચિત જાતિની વસ્તી 32 ટકા છે. ગુરુ પર્વની ઉજવણી કરવા લાખો લોકો વારણસી ઉમટી પડે છે.આવી સ્થિતિમાં તેમના માટે મતદાન પ્રક્રિયાનો ભાગ બનવું શક્ય નહીં બને.આવી સ્થિતિમાં સમાજના લોકો વંચિત ન રહે તે માટે મતદાન મોકૂફ રાખવું જોઈએ. આ રજૂઆતને ચૂંટણી પંચે માન્ય રાખી નિર્ણય જાહેર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.