Abtak Media Google News

સિદ્ધુનો આપ તરફનો ઝુંકાવ અને કેપ્ટનના એસએડીમાં જવાના પ્લાન -બીથી સતાધારી કોંગ્રેસ ચિંતામાં મૂકાંઈ ગયું

કોંગ્રેસ અને એસએડી ભેગા ન થાય તે માટે આપની અંદરખાને મથામણ : ભલભલા પણ માથું ખંજવાળે તે હદે પહોંચી ગયું પંજાબનું રાજકારણ

અબતક, નવી દિલ્હી : પંજાબમાં ભાજપ- કોંગ્રેસ અને આપમાં શિરોમણી કોણ?  રાજકારણનું કોકડું એ હદે ગૂંચવાઈ ગયું છે કે ભલભલા પણ માથું ખંજવાળે. સતાની સાઠમારીએ બધા પક્ષોને દોડતા કરી દીધા છે. એક તરફ સિદ્ધુનો આપ તરફનો ઝુંકાવ અને કેપ્ટનના એસએડીમાં જવાના પ્લાન -બીથી સતાધારી કોંગ્રેસ ચિંતામાં મૂકાંઈ ગયું હોય અગાઉથી જ ડેમેજ ન થાય તેના વ્યૂહ ઘડી રહ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસ અને એસએડી ભેગા ન થાય તે માટે આપ અંદરખાને જ મથામણ કરી રહ્યું છે. માટે હવે પંજાબનું રાજકારણ કઈ મોટા કડાકા ભડાકા કરે તો નવાઈ નહિ.

પંજાબમાં વર્ષ 1984થી શિરોમણી અકાલી દળ અને ભાજપ સાથે રહ્યું છે. પણ થોડા અરસા પૂર્વે જ શિરોમણી અકાલી દળ પોતાનું વ્યક્તિત્વ ઉભું કરવા ભાજપથી છૂટું પડ્યું હતું. ત્યારબાદથી રાજકારણમાં ગતિવિધિઓ તેજ બની છે. ઉપરાંત સત્તાધારી પક્ષ કોંગ્રેસમાં પણ આંતરિક વિવાદ ઉભરાયને સામે આવ્યો છે. જેથી આમ આદમી પાર્ટી પણ આ વિવાદને પગલે પોતાની જોળી ખોલીને બેસી ગયું છે.કડાચ કોઈ કદાવર નેતા આવીને તેની જોળીમાં પડી જાય તો કામ થઈ જાય.

તાજેતરમાં જ મુખ્યમંત્રી કેપ્ટન અને નવજોતસિંઘ સિદ્ધુનો વિવાદ જગજાહેર બન્યો છે. 26 મેનાં રોજ કિસાન આંદોલનના 6 મહિના પુરાં થયા તે દરમિયાન એક તરફ મુખ્યમંત્રીએ કિસાન સંગઠનોને પ્રદર્શન નહીં કરવાની અપીલ કરી. તો તેનાથી વિરૂદ્ધ સિદ્ધુએ પટિયાલા અને અમૃતસર સ્થિત પોતાના ઘર પર કૃષિ કાયદાના વિરોધમાં કાળા ઝંડા ફરકાવ્યા હતા. ત્યારથી બન્ને વિરુદ્ધનો વિવાદ વધુ તેજ બન્યો હતો.

તાજેતરમાં જ  સિદ્ધુએ એવો આરોપ પણ લગાવ્યો કે પંજાબને ફક્ત બે પરિવાર ચલાવે છે. હવે મારો વારો પછી તારો વારો. લોકો તમને ચૂંટે છે અધિકારીઓ નહીં. હવે સિસ્ટમને અધિકારીઓને ભરોસે છોડી દેવી યોગ્ય નથી. ઉપરાંત સિદ્ધુએ થોડા દિવસો પૂર્વે જ આપ તરફનો ઝુકાવ જાહેર કરી દિધો હતો. નિષ્ણાંતોના મતે આવય તેઓએ કોંગ્રેસને ભીંસમાં લેવા કર્યું હતું.

બીજી તરફ એસએડી પણ હરકતમાં જ છે. કેપ્ટન અંદરખાને તેની સાથે કઈક રાંધી રહ્યા છે. નિષ્ણાંતોના મતે કેપ્ટને એસએડીમાં જોડાવાનો પ્લાન- બી પણ બનાવ્યો છે. સામે આપ પોતાનું અસ્તિત્વ બનાવવા માટે કોંગ્રેસ અને એસએડી ભેગા ન થાય તે માટે પણ પ્રત્યનો કરી રહ્યું છે. જો કે આ બધા વ્યૂહ વચ્ચે ભાજપ તો માત્ર વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં જ રહ્યું છે.

કોંગ્રેસે કેપ્ટન અને સિદ્ધુ બન્નેને સાચવવાનો વ્યુહ ઘડયો

કોંગ્રેસના નેતા હરીશ રાવતે જાહેર કર્યું છે કે, કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબના મુખ્યમંત્રી રહેશે અને નારાજ ચાલી રહેલા પૂર્વ ક્રિકેટર તેમજ પૂર્વ મંત્રી નવજોત સિધ્ધુને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનાવાશે.સાથે સાથે બીજા બે વર્કિંગ પ્રેસિડેન્ટની પણ નિમણૂંક કરવામાં આવશે.હાલમાં સુનિલ જાખડ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ છે.આમ કેપ્ટન અને સિધ્ધુ વચ્ચેના જંગમાં જાખડની ખુરશી ખતરામાં આવી ગઈ છે.

2022માં રાજ્યમાં ચૂંટણી થવાની છે ત્યારે આવનારા દિવસોમાં પંજાબ કેબિનેટનુ પણ વિસ્તરણ કરવામાં આવે અને નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદને ડામવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે બુધવારે બેઠક યોજી હતી.જેમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમજ કોંગ્રેસના બીજા ટોચના નેતાઓ પણ સામેલ થયા હતા. જો કે એવી પણ વાત સામે આવી છે કે સિદ્ધુને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા સામે કેપ્ટનને વાંધો પણ છે.

સિદ્ધુએ કેપ્ટન વિરોધી મોરચો ખોલ્યો, ત્રણ કેબિનેટ મંત્રી સહિત છ ધારાસભ્યો તેમાં સામેલ

સિદ્ધુએ કેપ્ટન વિરોધી મોરચો ખોલ્યો છે. જેમાં અગાઉથી જ કેપ્ટનથી નારાજ થયેલા કેબિનેટ મંત્રી સુખજીંદરસિંહ રંધાવા, ચરણજીતસિંહ ચન્ની અને ટ્રીપ રાજીન્દર બાજવા સહિત છ ધારાસભ્યો જોડાયા છે. જો કે તમામ નેતાઓને એવું લાગે છે કે કેપ્ટનના કહેવાથી કોંગ્રેસ તેમને આગામી ચૂંટણીમાંથી હટાવી દેશે. જેથી તેઓ બાગી બન્યા છે. આ તમામ બાગીઓએ એક ફાર્મ હાઉસમાં બંધબારણે બેઠક પણ કરી રહ્યા છે. ઉપરાંત આ બાગીઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે મળીને રાજીનામુ આપવાની પણ ધમકીઓ આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.