Abtak Media Google News

એલસીબીના પીઆઈ એ.આર.ગોહિલ સહિત ટીમનો સપાટો

ગોંડલ શહેરના સિદ્ધાર્થ નગરમાં રહેતા શખ્સ દ્વારા વિદેશી દારૂનો વેપલો કરવામાં આવતો હોય એલસીબી પોલીસે તેના રહેણાંક મકાનના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો પકડી પાડી હડમતાળા ગામે અવાવરું જગ્યાએ સિમેન્ટની ટાંકીમાં છુપાવેલા દારૂના જથ્થાને જડપી લઈ આરોપીની શોધ શરૂ કરી હતી. બન્ને દરોડા દરમ્યાન કુલ રૂ.1618100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી એલસીબી પીઆઇ ગોહિલ, પીએસઆઇ રાણા, મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ તેમજ ભાવેશભાઈ મકવાણા સાહિતનાઓ દ્વારા શહેરના સિદ્ધાર્થ નગરમાં રહેતા વિજયસિંહ ઉર્ફે ભાણુભા ઇન્દુભા ઝાલાના રહેણાંક મકાન ઉપર દરોડો પાડી પાર્કિંગમાં રાખેલ સ્કોર્પિયો કાર જીજે03કેપી-7794માંથી વિદેશી દારૂની 31 બોટલ કિંમત રૂ.2100 તેમજ રૂ.8 લાખનો સ્કોર્પિયો મળી રૂ.832100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આરોપી વિજયસિંહએ વધુ દારૂનો જથ્થો અન્ય જગ્યાએ સંઘર્યો હોવાની શંકા હોય કોટડા સંગણી તાલુકાના હડમતાળા ગામ પાસે અવાવરૂ જગ્યામાં સિમેન્ટની ટાંકીએ તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 1620 નંગ બોટલ કિંમત રૂ.486000 તેમજ ફોક્સ વેગન કાર કિંમત રૂ.3 લાખની મળી આવતા રૂ.786000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને દરોડામાં કુલ રૂ.161800નો મુદ્દામાલ કબજે કરી આરોપીને જડપવા ચક્રોગતિમાન કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.