Abtak Media Google News

રાજકોટ નાગરિક બેંક દ્વારા ‘વાચન પરબ’ના 61માં મણકામાં નવલકથાની રસપ્રદ છણાવટ

વાંચન થકી શ્રેષ્ઠ સમાજના નિર્માણની નેમ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાચન પરબ ચાલી રહ્યું છે. તેના 61મા મણકામાં ગુજરાતી સાહિત્યકાર ર. વ. દેસાઇ લિખિત નવલકથા ‘દિવ્યચક્ષુ’ની રસપ્રદ છણાવટ ગઝલકાર-દિગ્દર્શક-કવિ શોભિત દેસાઇ બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં કરી હતી.

શોભિત દેસાઇના વક્તવ્યની સંક્ષિપ્ત ઝલક,  આ પ્રમાણે છે; ‘આ બહુ જ લોકપ્રિય-સામાજિક-રાજકીય નવલકથા છે. 1930માં દાંડી કૂચ દ્વારા મીઠાના સત્યાગ્રહે સમગ્ર દેશમાં ગાંધીજીના વ્યક્તિત્વ-વિચાર અને કાર્યક્રમોનો પડધો પાડેલો તેનું બહુ જ સુંદર ચિત્ર ‘દિવ્યચક્ષુ’માં રજુ થયું છે. ગુજરાતમાં યુવક-યુવતીઓમાં પણ દેશને માટે પ્રાણ ન્યોછાવર કરવાની ભાવના  પ્રગટી હતી.  તત્કાલીન લોકજીવનમાં સ્વાતંત્ર્ય માટેની કુરબાની અને સામાજીક તથા સાંસ્કૃતિક ઉત્થાનની ઉત્કઠ ધગશનું વાતાવરણ એ વખતે દેશમાં અને ગુજરાતમાં જામેલું હતું. દિવ્યચક્ષુમાં તેનું મૂર્તિમંત પ્રતિબિંબ છે. આ નવલકથામાં અંગ્રેજી રાજ્ય સાથે અહિંસક પ્રતિકારના આંદોલનની વાત મોટો ભાગ રોકે છે. લોકજાગૃતિ અને લોક સહકાર માટે સભા-સરઘસ-ધ્વજવંદન-વંદે માતરમના ઉદ્ઘોષ ઇત્યાદિ કાર્યક્રમો સાથે પોલીસના અત્યાચાર અને અંગ્રેજી અમલદારોની જોહૂકમીના પ્રસંગોનું નિરૂપણ રાજકીય સ્વાતંત્ર્યના પ્રશ્ર્નને કેન્દ્રમાં મુકે છે. એની ચર્ચા-આ બધા પાત્રો બખૂબી રજુ કરે છે.’

આ વાચન પરબમાં જીમ્મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી અર્જુનભાઇ શિંગાળા, કીર્તિદાબેન જાદવ, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, શૈલેષભાઇ મકવાણા, વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સીઇઓ) ઉપરાંત વિવિધ શાખા વિકાસ સમિતિના ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડિરેકટર અશોકભાઇ ગાંધી, એ.જી.એમ.(એચ.આર.) ટી. સી. વ્યાસ અને વાચન પરબના નિયમીત શ્રોતા ભુપેન્દ્રભાઇ મહેતાએ શોભિત દેસાઇને પુસ્તક-ખાદીનો રૂમાલ ભેટ આપી સન્માન ર્ક્યું હતું. કાર્યક્રમનું સરળ-સફળ અને રસપ્રદ સંચાલન ધનંજય દત્તાણીએ ર્ક્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.