કૃષિ મંત્રી ફરી જીતતા નથી તે માન્યતાને રાઘવજી પટેલ ખોટી પાડશે

 

જામનગર ગ્રામ્યના મતદારો, ખેડુતો, પશુપાલકોની અપાર લોકચાહના કૃષિમંત્રીને જીત અપાવશે

 

 

હરહંમેશ ખેડુતોના હિતની દરકાર કરતાં ખેડૂત નેતા  રાઘવજી પટેલે તમામ મોરચે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે પોતાની જાતને સમર્પિત કરેલી છે.   વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણા થકી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કઇ રીતે આવે તે દિશામાં સતત પુરૂષાર્થ કરી  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં   રાઘવજી પટેલ રાજયના ખેડૂતોના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સફળ થયેલ છે.  વડાપ્રધાનએ ચીંધેલી રાહ પર સતત ચાલતા રહી કૃષિ મંત્રીએ રાજયના ખેડૂતો તેમજ પશુપાલકોને સહાય યોજનાઓ થકી બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, પશુ આરોગ્ય જેવી શક્ય એ તમામ જરૂરિયાતો સુયોગ્ય રીતે પુરી પાડવા પુરૂષાર્થ કરેલ છે. જેના પરિણામ સ્વરૂપે પ્રથમ વખત એવી સ્થિતિનું નિર્માણ થયેલ છે કે રાજયના ખેડૂતો તરફથી કોઇ આંદોલનો કે ઉગ્ર માંગણીઓ કરવાના પ્રસંગો ઉપસ્થિત થયેલ નથી.

નાણાંકીય વર્ષ 2021-22 અને 2022-23 માં ભારે વરસાદ અને પુરને કારણે ખેડૂતોને પાક નુકશાન થયેલ હતું.  રાઘવજી પટેલે ખેડૂતોને પાક નુકશાનમાં રાહત આપવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેતાં અલગ અલગ કૃષિ રાહત પેકેજ જાહેર કરેલ હતાં. તે દરમ્યાન કુલ 24,93,932 ખેડૂતોને રૂપિયા 3,725 કરોડ જેટલી માતબર રકમની ચુકવણી કૃષિ રાહત પેકેજ અંતર્ગત સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવેલ હતી.  સૌના કલ્યાણને જીવનનો મુદ્રાલેખ બનાવી સતત પરિશ્રમથી  રાઘવજી પટેલ એટલે જ નવો ચીલો ચાતરી કૃષિ મંત્રી બીજી વખત જીતતા નથી તેવી ગેર માન્યતાને જંગી બહુમતીથી જીત મેળવીને ખોટી ઠેરવશે. પોતાની આ સફળતાનો શ્રેય  રાઘવજી પટેલ, પોતાના જામનગર ગ્રામ્યના મતદારો તથા રાજ્યના ખેડૂતોની તેમના પ્રત્યેની ચાહનાને આપે છે.