Abtak Media Google News

જામનગર ખાતે તાજેતરમાં મળેલજીલ્લા ફરીયાદ સમીતીની મીટીંગમાં -૭૭ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ખેડુત અગ્રણી રાઘવજીભાઇ પટેલે રજુઆત કરેલ કે લીડ બેંક જામનગરના  મેનેજરને રજુઆત કરતા જણાવેલ કે નાના થાવરીયા ગામના ખેડુત ખાતેદાર મનજીભાઇ માધાભાઇ ધડીયાના એસ.બી.આઇ. ઠેબા શાખામાંતી તા. ૧૩-૨-૧૯ થી ૧૮-૨-૧૯ દરમ્યાન રૂ ૧.૦૨ લાખ ઉપડી ગયેલ છે. જેલેવડ દેવડ અરજદાર દ્વારા કરવામાં આવેલ નથી. જેથી ઉકત રકમ અરજદારને પરત મળવા અંગે જામનગર  રાજકોટ હાઇવે પર ધુંવાવ ગામે પુર્ણશ્ર્વર મહાદેવના મંદીર પાસે તથા ધુંવાવ બસ સ્ટેન્ડ પાસે ડીવાઇડર, સ્પીડબ્રેકર, અથવા સર્કલ બનાવવામાં આવે તો ત્યાં થતાં અકસ્માતો નિવારી શકાય તેમ છે.

જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ખરી એસ.એસ.થી વાવડી સુધી એ.જી. ફાઇબરગેશન ગાઇન મંજુર થયેલ છે. તથા આ લાઇનનુ ખરી એસ.એસ.થી હડીયાણા સુધી કામગીરી થયેલ છે. પરંતુ હડીયાણા થી વાવડી સુધીનું કામ અટકાવેલ તો તાત્કાલીક પૂર્ણ કરવું, જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામે રી-સર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદ રહેલ ક્ષતિઓ સુધારવા,

ચંગા પાટીયાથી ચંગા ગામ સુધી રોડની બન્ને સાઇડમાં પુષ્કળ પ્રમાણમાં ઉગેલ રામબાવળોને દુર કરવા, જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામે વીજ પુરવઠો અલગ ફીડર આપી પુરો પાડવો, ગામમાં કોઇ હેલ્પર ન હોય તો હેલ્પરની નિમણુંક કરવી, તેમજ ૧૧ કે.વી. લાઇન પસાર થાય છે. તો ખુલ્લા વાયર  કાઢી કેબલ નાખવા તથા ગ્રામ્ય વિસ્તારમાં રીપેરીંગ કામ ચાલુ હોય ત્યારે જયોતિગ્રામનો વીજ પુરવઠો ચાલુ રાખવા અંગે જામનગર વોર્ડ નં.૬ માં નવા ભળેલ વિસ્તારોમાં અવાર નવાર લાઇટો જતી રહે છે. તે વિસ્તારમાં ર૪ કલાક વિજ પુરવઠો મળી રહે વગેેરે બાબતે રજુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.