- રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વીર દાદા જસરાજજી શૌર્ય દિવસની ઉજવણી નિમિતે કાલે રઘુવંશી યુવાનોની બાઈક રેલી
- અબતકની મુલાકાતમાં રઘુવંશી આગેવાનોએ વીરદાદા જસરાજ શૌર્ય દિવસ ભવ્યતાથી ઉજવવા કરી હાંકલ
- દેશભરમાં વસતા રઘુવંશી પરિવારના ઇષ્ટદેવ વીર દાદા જસરાજજી ના શોર્ય દિન નિમિત્તે રાજકોટમાં આવતીકાલે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે
અબતક ની મુલાકાતે આવેલા રઘુવંશી આગેવાનો કૌશિક ભાઈ માનસેતા, મયંકભાઈ પાઉ, અશ્વિનભાઈ જોબનપુત્રા, ઉમેશભાઈ સેદાણી, જતીનભાઈ દક્ષિણી, ધવલભાઇ પાંબારી, કાનાભાઈ સોંછત્રા, મહેન્દ્રભાઈ જીવરાણી, કેજસભાઈ વિઠલાણી, જગદીશભાઈ ઘેલાણી, પિયુષભાઈ કુંડલીયા, કેવલ ભાઈ તન્ના નીરવભાઈ ગણાત્રા, બ્રિજભાઈ નથવાણી મેહુલભાઈ રથવાણી કલ્પેશભાઈ તેમના યશભાઈ અજાલિયા આનંદભાઈ જોબનપુત્રા રાજુભાઈ તેમના વિપુલભાઈ કારિયા નિરવભાઈરાયચુરા વિમલભાઈ પારેખ ભરતભાઈ વડેરા મોહિતભાઈ નથવાણી અને આગેવાનોએ કાર્યક્રમની વિગતો આપતી જણાવ્યું હતું કે રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજના કુલદેવતા વીરદાદા જશરાજજીના શોર્ય દિન નિમિત્તે તા.રર ને બુધવારે સમસ્ત લોહાણા જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે શનિવારે રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાઈક રેલી યોજાશે આ બાઈક રેલી જાગનાથ મંદિર ચોકથી બપોરે 2 કલાકે પ્રસ્થાન કરશે. જે રાજકોટના વિવિધ રાજમાર્ગો પર ફરશે. આ રેલીમાં સમસ્ત લોહાણા જ્ઞાતિજનોને મહાપ્રસાદ લેવા અને જ્ઞાતિ ગંગાના દર્શન માટે આમંત્રણ પાઠવવામાં આવે ે બાઈક રેલી પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદનું અને આ બાઈક રેલીમાં યુવાધનને ઉમટી પડવા રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનોએ હાંકલ કરી છે.
આજે સાંજે મહિલા સમિતિ દ્વારા સાંજે 6 થી 8 કલાક ભજન સંધ્યાનું આયોજન કરવામા આવેલ છે. જેમાં ગાયક ભદ્રેશભાઈ માણેક, રશ્મિબેન માણેક, પરેશભાઈ પંડયા, પૂજાબેન દવે ભક્તોને ભજન સંધ્યાનું રસપાન કરાવશે જ્યારે કિશનભાઈ મીરાણી, મનોજભાઈ લાખાણી, જતીનભાઈ જીવરાજાની સંગીતના સૂરો રેલાવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ ભોજન યોજાશે.
બાઈક રેલી જાગનાથ મંદિરેથી પ્રસ્થાન કરશે
બાઈક રેલી જાગનાથ મંદિર ચોકથી પ્રસ્થાન કરી અકિલા ચોક, ફુલછાબ ચોક, અકિલા પ્રેસ કાર્યાલય, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, હરીહર ચોક, જ્યુબિલી ચોક, નાગરિક બેન્ક ચોક, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા, ભૂપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ, ભૂતખાના ચોક, બસ સ્ટેશન, ઢેબર રોડ, ત્રિકોણબાગથી થઈ જાગનાથ મંદિરે પરત ફરશે.