- ‘અબતક’ની મુલાકાતમાં રઘુવીર યુવા સેનાના આગેવાનોએ રેલીની આપી વિગત
જય જલયાણ કરે કલ્યાણ અને જયં રોટીનો ટુકડો ત્યાં હરી ટુંકડોના મંત્રને જગ વ્યાપ બનાવનાર જલારામ બાપાની 144મી પુણ્ય તિથિ નીમીતે રઘુવીશ યુવાસેના દ્વારા 15મી ફેબ્રુઆરી શન્વિો રાજકોટથી વિરપુરની પદયાત્રાનું આયોજન કરવામાં આવશે.
‘અબતક’ ની મુલાકાતમાં રઘુવીર યુવા સેનાના આગેવાનો વિરાગભાઇ કુંડલીયા, ભૌતિકભાઇ જીવરાજાની, નીલેશભાઇ પુજારા, કેતનભાઇ ઠકરાર અને હિમાંશુભાઇ વસંતે કાર્યક્રમની વિગતો આપી જણાવ્યું હતું.
જલારામ બાપાની આગામી 144મી પુણ્ય તિથિ નિમિતે રઘુવીર યુવા સેના રાજકોટ દ્વારા તા. 15-2 ને શનિવારના રોજ રાજકોટથી વીરપુરની પદયાત્રાની તૈયારીનો શુભારંભ થઇ ગયો છે.
26 જાન્યુઆરી 2001 મા0 ગુજરાતમાં થયેલા ગોજારા ભૂકંપમાં અકાળે મૃત્યુ પામેલ વ્યકિતઓના આત્માની શાંતિ માટે શ્રઘ્ધાંજલી રુપે સૌ પ્રથમ પદયાત્રા રઘુવીર યુવા સેના રાજકોટ શહેર દ્વારા યોજવામાં આવેલ ત્યારથી અવિરત યોજાતી પદયાત્રા પૈકી આ રપમી પાવનકારી પદયાત્રામાં અસંખ્ય ભકતજન ભાઇઓ-બહેનો જોડાઇને પુણ્યનું ભાથુ બાંધે છે. અને શ્રઘ્ધાથી લીધેલી માનતાઓ પણ પુરી કરે છે.
પપ કી.મી. ની પાવનકારી પદયાત્રામાં જોડાનાર પદયાત્રીઓને સુવિધાઓ મળી રહે તે માટે નામી-અનામી દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા સેવા પરબો ઉભા કરવા તેમજ તમામ વ્યવસ્થાઓને પહોચી વળવા યુવા ટીમે કમરકસીને તૈયારીનો પ્રારંભ કરી દીધો છે.
આ પાવનકારી પદયાત્રામાં જોડાઇને પુણ્યનું ભાથુ બાંધવા ઇચ્છતા તમામ ભકતજનોને તા. ર1-1 ને મંગળવારથી રજાના દિવસો સિવાય સાંજના 4 થી 7 દરમ્યાન પોતાના ના ઘનશ્યામ સીલેકશન પ, કડીયા લેન ધર્મેન્દ્ર રોડ, દેવપુષ્પ મેડીકલ, મઢી ચોક, રૈયા રોડ અને ગાયત્રી ટ્રેડીંગ પંચાયત ચોક, યુનિ. રોડ, રાધીકા નોવેલ્ટી વિશ્ર્વેશ્ર્વર મંદિર સામે, નવલનગર-9, મવડી રોડ, શ્રી સદગુરુ બ્રેડ, ટાગોર સ્કુલ સામે, પેકડ રોડ, કેક એન્ડ સ્વીટ, બીગ બજાર પાસે, 150 ફુટ રીંગ રોડ તેમજ અન્ય વિશેષ માહીતી કે વિગત માટે સંસ્થા દ્વારા નિયુકત કરવામાં આવેલ પદયાત્રા ઇન્ચાર્જ હિમાંશુભાઇ વસંત મો. નં. 98988 46456, ભૌતિક જીવરાજાની મો. નં. 99044 00099 અને પ્રજ્ઞેશભાઇ સુચક મો. નં. 76000 04560 વગેરેનો ટેલીફોનીક સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવેલ છે.