રાહુલ બાબાનું ‘ઘર-ઘર’ સર્વેક્ષણ, ગુજરાતમાં કોરોનાથી 3 લાખ લોકોના મોત

કોવિડના કારણે ગુજરાતમાં 10 હજાર જેટલા નહી પણ 3 લાખ લોકોના મૃત્યુ થયાનો રાહુલ ગાંધીનો આક્ષેપ

 

અબતક, રાજકોટ

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં બિહામણી અને ભયાનક સ્થિતિ ઉભી કરેલ કોરોનાની બીજી લહેરે સૌ કોઈને હતપ્રત કરી દીધા હતા. ઠેર ઠેર ઈન્જેકશન, ઓક્સિજન, બેડ માટે હાડમારી સર્જાઈ હતી. પણ આ દરમિયાન કોરોનાએ કેટલા લોકોનો જીવ લીધો..?? તેનો જવાબ તો હજુ પણ ચોક્કસ નથી. જો કે આ મુદ્દે સરકારને ભીડવવાનો વિપક્ષને એક મુદ્દો મળી ગયો હોય તેમ  સરકાર આંકડા છુપાવી રહી હોવાના અવાર નવાર આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોરોનાના મૃતકોની સંખ્યાને લઇ રાજ્ય સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. રાહુલ બાબાના ઘર-ઘર સર્વેક્ષણમાં રાજ્યમાં કુલ ત્રણ લાખ લોકો કોરોનાથી મોતને ભેટ્યા હોય તેવું ખુલ્યું છે. તાજેતરમાં સરકારે આંકડા જારી કરતા કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાથી 10 હજાર જેટલા લોકોના મોત થયા છે. જેની સામે રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાતમાં માત્ર 10 હજાર જેટલા નહીં પરંતુ કોરોનાથી ત્રણ લાખ લોકોના મોત થયા છે.

કાચિંડાની જેમ કલર બદલતો કોરોના; સાઉથ આફ્રિકામાં સામે આવ્યો નવો વેરિએન્ટ

રાહુલ ગાંધીએ પોતાના આક્ષેપને  પુરાવાનો હવાલો આપતા કહ્યું કે અમે ગુજરાતમાં ઘરે ઘરે જઈ લોકોને પૂછ્યું છે અને જાણ્યું છે કે તેમના ઘરમાં કોરોના દર્દીના મૃત્યુ થયા છે કે કેમ..!! આ પરથી અમને જાણવા મળ્યું છે કે ત્રણ લાખ લોકોના મોત થયા છે. કોરોના આવ્યો ત્યારથી જ કોરોના મૃતકોનો આંકડો સળગતો પ્રશ્ન રહ્યો છે. ત્યારે આ મુદ્દે ભાજપ કોંગ્રેસ ફરી આમનેસામને આવ્યા છે. કાચીંડાની જેમ કલર બદલતા કોરોનાને કારણે તેને સંપૂર્ણપણે નાબૂદ કરવો દિવસેને દિવસે વધુ અઘરું બનતું જઈ રહ્યું છે. ત્યારે દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો વધુ વેરિએન્ટ સામે આવ્યો છે. આફ્રિકામાં જીનોમ સિક્વન્સિંગ પછી વેરિન્ટ બી 1.1.529ના 11 કેસ નોંધાયા છે. હાલ આ આંકડો મર્યાદિત છે, પરંતુ તેના કેસ વધવાની મોટી સંભાવના છે.