રાહુલ ગાંઘીને બોલવામાં કોઇ કંટ્રોલ નથી: સી.આર.પાટીલ

બેફામ નિવેદન કરી સમાજ અને વ્યકિત વિશે ગમે તેમ બોલે છે, વારંવાર દેશનું અપમાન કરી ચુકયા છે:પ્રદેશ ભાજપ અધ્યક્ષ

 

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સભામાં બધા ચોરોની અટક મોદી કેમ છે મોદીની અટક અંગે રાહુલ ગાંઘીના નિવેદન મામલે ભાજપના ઘારાસભ્ય  પુર્ણેશભાઇ મોદીએ સુરત કોર્ટમાં માનહાનીની અરજી કરી હતી. આ કેસમાં આઇપીસી કલમ 499 અને 500 મુજબ રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા છે

આ મામલે નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ નિવેદન આપતા જણાવ્યું કે, રાહુલ ગાંઘી જે રીતે પુરા સમાજ કે કોઇ પણ વ્યકિત વિશે ગમે તેમ બોલી લે છે, તેમનો બોલવામાં કોઇ કંટ્રોલ નથી.રાહુલ ગાંઘીએ આખા સમાજને બદનામ કરવા જે નિવેદન આપ્યુ હતું તેના કારણે નારાજ થઇને ગુજરાતના પુર્વ કેબિનેટમંત્રી અને હાલના ધારાસભ્યશ્રી પુર્ણેશભાઇ મોદીએ કોર્ટમાં કેસ કર્યો હતો અને કોર્ટનો આજે ચુકાદો આવ્યો છે તેમાં તેમને દોષી જાહેર કર્યા છે.

આ પછી હવે રાહુલ ગાંઘીના નિવેદન પર સુઘારો થાય તો સારુ કેમ કે તેઓ દેશનું પણ વારંવાર અપમાન કરી ચુકયા છે. દેશના લોકો પણ રાહુલ ગાંઘીના આવા નિવેદનને કારણે નારાજ છે.