Abtak Media Google News

કોંગ્રેસ સરકારે સતત ઓબીસી સમાજ સાથે અન્યાય કર્યો હતો: ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન

ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીની સંસદીય સમિતિના અને ચૂંટણી સમિતિના સભ્ય ડો. કે.લક્ષ્મણજીની પત્રકાર પરિષદ યોજાઇ હતી.

ડો.કે.લક્ષ્મણે જણાવ્યું કે પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી સતત ઓબીસી સમાજની ઉનતી માટે કાર્યો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઓબીસી સમાજનું માન સન્માન વધાર્યુ છે. આવનાર દિવસોમાં જે પણ રાજયોમાં ચૂંટણી આવવાની છે તે રાજયોમાં ઓબીસી સમાજ ભાજપના ઉમેદવારોને જીતાડવા મહત્વની ભૂમિકા નિભાવે તેવા પ્રયાસ કરવામાં આવશે. ઓબીસી મોરચા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાને દરેક વર્ગના લોકો સુધી પહોંચાડવા તેમજ ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારથી જે લાભો પ્રજાને થયા છે તે વાતને વધુમાં વધુ લોકો સુઘી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ડો. કે.લક્ષ્મણએ વધુમાં જણાવ્યું કે,દેશમાં પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસે સતત ઓબીસી સમાજ સાથે અન્યાય કર્યો છે.

ઓબીસી સમાજના આરક્ષણ મુદ્દે નહેરુ થી લઇ  રાહુલ ગાંધી સુધીના નેતાઓએ વિરોધ કર્યો છે. કોંગ્રેસની સરકારે ઓબીસી સમાજના ઉત્થાન માટે, સમાજના વિકાસ માટે કયારેય કામ કરવાની ઇચ્છા વ્યકત કરી યોગ્ય નિર્ણયો કર્યા નથી. દેશમાં વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે ઓબીસી સમાજ માટે કામ કરવાનું શરૂ કર્યુ અને ઓબીસી સમાજને સંવિધાનિક દરજ્જો આપ્યો. કોંગ્રેસની સરકાર ઓબીસી સમાજ સાથે હમેંશા ગદ્દારી કરી છે. ઓબીસી સમાજ માટે કોંગ્રેસની સરકારે  60 વર્ષથી કોઇ કામ ન કર્યુ તે કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે કર્યા તે દરેક કામની વિસ્તૃત માહિતી આપી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 27 ઓબીસી સમાજના નેતાને મંત્રીમંડળમાં સમાવેશ કરી ઓબીસી સમાજનું ગૌરવ અને માન સન્માન વધાર્યું. ઓબીસી સમાજના કાર્યકરો આવનાર દિવસમાં દેશભરમાં પ્રવાસ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે જે કાર્યો કર્યા છે તેની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ભાજપ વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના મુદે હમેંશા ચૂંટણી લડે છે તો કોંગ્રેસ જાતિવાદના આધારે ચૂંટણી લડે છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડા યાત્રા કરી દેશમા નફરત ફેલાવી રહ્યા છે. રાહુલ ગાંધી ભાજપ અને આર. એસ. એસ માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા નહી પહેલા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઇએ. ગુજરાત અને કર્ણાટક કે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં ઓબીસી મોરચો મહત્વની ભૂમિકા નિભાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.