Abtak Media Google News

સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં સામેલ થયા બાદ ભારત જોડો પદયાત્રાનો આરંભ કરાવતા રાહુલ ગાંધી: સાંજે ઇલેક્શન કમિટીની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોના મોટા નેતાઓ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેઓએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધતા રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ આજે સવારે ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન’માં બુથના કાર્યકરોને સંબોધ્યા હતા. બપોરે 2-30 કલાકે પૂ. મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં જોડાશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજીત ઐતિહાસીક ‘ભારત જોડો પદયાત્રા’નો આરંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા તેઓએ જણાવ્યું હતું કે એન્જિન સરકારની જાહેરાતો કરતી ભાજપ સરકારનું ગુજરાતનું એન્જિન 4 વર્ષમાં બગડી ગયું છે અને દિલ્હીનું એન્જિન ક્યાં સુધી ગુજરાતના એન્જિનને ધક્કો મારશે, વર્ષ 2022ની ચૂંટણીમાં એક એન્જિન નીકળી જશે અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં બીજું એન્જિન નીકળી જશે. કોંગ્રેસ પક્ષના સમગ્ર રાજ્યના બુથ સ્તરીય કાર્યકરો ઉત્સાહથી ભરેલા છે.

ગુજરાતમાં કોંગ્રેસ 125 બેઠકોનો લક્ષ્યાંક પ્રાપ્ત કરશે. 52 હજાર બુથના યોદ્ધાઓ ગુજરાત ચૂંટણી માટે તૈયાર છે. ડ્રગ, દારૂના નશામાંથી ગુજરાત મુક્ત થાય, મહિલાઓ ઉપર થતાં અત્યાચાર, વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓમાંથી મુક્ત થવા પરિવર્તન માટેનો સંકલ્પ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગમે એટલીવાર આવે ગુજરાત પરંતુ મુકાબલો તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ રહેશે. પૂરા ગુજરાતમાં ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન’ કાર્યક્રમ અંગે કામ કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીમાં પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે. કોંગ્રેસ પક્ષના તમામ 52 હજાર બુથ ઉપરના યોદ્ધાઓ તૈયાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં મહેસાણામાં 7 હજાર મતદારોમાં ગોટાળો જોવા મળે છે ત્યારે કોંગ્રેસ પક્ષ તમામ 182 બેઠકોની મતદાર યાદી ચકાસવામાં આવશે. દરેક બેઠક ઉપર અંદાજીત 10 હજાર બોગસ મતદારો છે તેવા બોગસ મતદારો રદ્દ કરવા કોંગ્રેસ કાનૂની અને રસ્તાની લડાઈ લડશે. રાહુલ ગાંધીજીના પ્રવાસથી કોંગ્રેસના કાર્યકર-આગેવાનોમાં ઉત્સાહનો સંચાર થયો છે.

રીવરફ્રન્ટ અમદાવાદ ખાતે બુથ સ્તરના કાર્યકર સંમેલન ‘મારૂ બુથ-મારૂ ગૌરવ’ અને બુથદીઠના કાર્યકર્તાઓને – પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન સંબોધિત કર્યા હતા. સાંજે 6-00 કલાકે પ્રદેશ ઈલેક્શન કમીટી, સ્ક્રીનીંગ કમીટી આવનાર ચૂંટણીમાં ઉમેદવારો ચયન માટેના માપદંડો નક્કી કરવા મીટીંગ કરશે. કોંગ્રેસ દ્વારા ગત માસમાં ઉદયપુર ખાતે યોજાયેલ નવસંકલ્પ શિબિરના અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને પાયાના સ્તરે વિસ્તૃત અને સુદ્રઢ બનાવવા માટે મંડલ અને સેક્ટર કક્ષા સુધી રચના કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અન્વયે મતદારો અને પક્ષના કાર્યક્રમો વચ્ચેનો સેતુ એટલે બુથ યૌધ્ધા અને બુથ યોધ્ધા ઓથી જ ચૂંટણી જીતી શકાય છે.

કોંગ્રેસની સરકાર  જનતાની સરકાર માટે સૌથી અગત્યની પરિણામલક્ષી કામગીરી જવાબદારી  બુથ યોધ્ધાઓની છે, પક્ષની વિચારધારાને વરેલા વફાદાર સૈનિક, સ્થાનિક પરિસ્થિતિનો જાણકારની પસંદગી કરવામાં આવી છે. જે મતદારયાદીમાં ડુપ્લીકેટ મતદારો / ખોટા નામોની તારવણી અતિ મહત્વનું કામ કરશે અને પક્ષની વિચારધારા અને પક્ષના ઉમેદવાર બાબતનું જરૂરી સાહિત્ય અને માહિતી સમયસર મળે તે સુનિશ્ચિત કરશે. પક્ષના કાર્યક્રમો – બેઠકોમાં મતદારોની સહભાગીતા થાય, પક્ષ તરફી માહોલ બનાવવા માટે અગત્યનું ચાલકબળ એટલે બુથ યૌધ્ધા. કોંગ્રેસ પક્ષમાં માનનારા મતદારો વધુમાં વધુ મતદાન કરે તેની જવાબદારી બુથ યૌધ્ધાની છે, પરિણામલક્ષી ચૂંટણી લડવા માટે બુથ યૌધ્ધા એ આજની તાતી જરૂરીયાત છે, મજબૂત, જુસ્સા અને મક્કમ મનોબળ ધરાવતા સંયોજક શક્તિ અને કુનેહનો ઉપયોગ કરી દરેક બુથ દીઠ બેની પસંદગી કરવામાં આવી છે.

  • હોદા માટે પૈસા લીધાના આક્ષેપ બાદ યુથ  કોંગ્રેસના પ્રમુખ પદે હરપાલસિંહ ચુડાસમાની વરણી
  • વિશ્વનાથ વાઘેલાના રાજીનામુ બાદ તાત્કાલીક અસરથી નવી નિમણુંક કરાય

યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવા રૂા.1.70 કરોડ દીધા હોવાના સનસનીખેજ આક્ષેપ સાથે વિશ્ર્વનાથ વાઘેલાએ ગત શનિવારે પ્રમુખપદેથી રાજીનામુ ફગાવી દીધા બાદ કોંગ્રેસે રવિવારે તાત્કાલીક અસરથી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ પદે હરપાલસિંહ ચુડાસમાની વરણી કરી દેવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની એક દિવસની મૂલાકાતે આવ્યા છે. દરમિયાન તેઓની મૂલાકાતના 48 કલાક પૂર્વ શનિવારે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ હતું.

યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનવા પોતે 1.70 કરોડ રૂપિયા આપ્યા હોવાના આક્ષેપ સાથે વિશ્ર્વનાથ વાઘેલાએ રાજીનામુ આપી દીધું હતું. વિધાનસભાની ચૂંટણીના આડે હવે બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસના સંગઠન માળખાના ભંગાણ પડ્યું છે. જો કે પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા તત્વોને તાબે થવાના બદલે કોંગ્રેસે પણ લાલ આંખ કરી છે. વિશ્ર્વનાથ વાઘેલાના રાજીનામાના 24 કલાકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયા ગાંધી દ્વારા યુથ કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ તરીકે તાત્કાલીક અસરથી હરપાલસિંહ ચુડાસમાની વરણી કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.