Abtak Media Google News

પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ આપ્યો કાર્યક્રમ: રાહુલ ગાંધીના નેતૃત્ત્વમાં કોંગ્રેસ ૩ રાજ્યોમાં ચુંટણી જંગ જીત્યું હતું

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ-૩ના કોર્પોરેટ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમીતીના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના નેતૃત્વ હેઠળ આજે રાજકોટ ખાતેના ત્રિકોણબાગે રાજકોટ શહેર કોંગ્રેસના કોર્પોરેટરો, આગેવાનો , મહીલા આગેવાનો, યુથ કોંગ્રેસ, સેવાદળના કાર્યકરો દ્વારા રાહુલજી રાજીનામું ના આપે અને કોંગ્રેસ અઘ્યક્ષ પદે હાલ જે હોદ્દા પર છે તે યથાવત રહે તે માટે બેનરો સાથે રાહુલજીના સમર્થનમાં હાજરી આપી હતી.

વધુમાં રાહુલજીના નેતૃત્વમાં પંજાબ અને પાંચ રાજયોમાં છેલ્લે ચુંટણી યોજાયેલ તે વિધાનસભાની ચુંટણીમાં પણ ત્રણ રાજયોમાં ભાજપના સુપડા સાફ થયા હતા અને પ્રબળ નેતૃત્વ પુરુ પાડેલ અને કોંગ્રેસમાં નવે જુસ્સો ઉભો કરેલ ભાજપના ભ્રષ્ટાચાર રાફેલ કૌભાંડ સહીતના કૌંભાડો ઉજાગર કરી લોકો સુધી પહોચાડવામાં કોંગ્રેસના કાર્યકરો ઉણા ઉતર્યા રાહુલજી અને કોંગી કાર્યકરો આગેવાનો દ્વારા અથાગ પ્રયાસો તનતોડ  મહેનત કરી તેમ છતાં આશ્ર્ચર્યજનક હાર મળી છે તેમાં ઇવીએમમાં પણ ગોટાળા હોવાનું ફલીત થયું છે. અને ઇવીએમના આંકડા અને મતદારોના કરેલા મતોનું મિસમેસ થતું નથી અને અલગ અલગ આંકડા બતાવે છે જે શું સાબીત કરે છે.

તેમ છતાં આ બધા વસ્તુ હાલ અસ્થાને છે તેમ છતાં રાહુલજીએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામુ આપ્યું છે ત્યારે એવું એક કોંગ્રેસના કાર્યકરની લાગણી છે કે તેઓ પોતાનો રાજીનામાનો નિર્ણય પાછો લ્યે   ગુજરાત પ્રદેશ મહીલા કોંગ્રેસ મહીલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, ઉપનેતા મનસુખભાઇ કાલરીયા, કોર્પોરેટરો નિર્મળભાઇ મારું, પરેશભાઇ હરસોડા, પ્રભાતભાઇ ડાંગર, મયુરસિંહ જાડેજા, રવજીભાલ ખીમસુરીયા, કનકસિંહ જાડેજા વોર્ડ પ્રમુખ જગદીશભાઇ સખીયા, ગૌરવ પુજારા, વાસુભાઇ ભંભાણી, માણસુરભાઇ વાળા, અંકુરભાઇ માવાણી, વિક્રમભાઇ વાંક, સુરેશભાઇ ગરૈયા, ગોવિંદભાઇ ચાવડા, નરેશભાઇ સાગઠીયા, ભાર્ગવભાઇ પઢીયાર, મહીલા આગેવાનો તથા કોર્પોરેટરી પારુલબેન ડેર, જયાબેન ટાંક, ગીતાબેન પુરબીયા, વસંતબેન માલવી, ઉર્વશીબા જાડેજા, નીરુબેન મોરબીયા, તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.