Abtak Media Google News

સોશિયલ મીડિયામાં ભાજપ- કોંગ્રેસ આમને સામને: કોંગ્રેસે મોદીના સૂટનો મુદ્દો ઉઠાવ્યો

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીના કાર્યક્રમથી વધુ ચર્ચા તેમના ટીશર્ટની થઈ રહી છે. રાહુલે બરબેરી કંપનીની સફેદ રંગની ટીશર્ટ પહેરી છે. ભાજપે આ ટીશર્ટનો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે, ભારત જુઓ 41 હજારની ટીશર્ટ. ભાજપે પોતાના ટ્વીટમાં કંપનીના ઓનલાઈન સેલની પ્રાઇસ પણ ટેગ કરી છે. ભાજપના ટ્વીટના જવાબમાં કોંગ્રેસ લખ્યું કે, યાત્રાને મળેલા પ્રતિસાદ જોઈને ડરી ગયા કે શું? મુદ્દાની વાત કરો…બેરોજગારી અને મોંઘવારી પર બોલો. બાકી કપડા પર ચર્ચા કરવી હોય તો મોદીજીના રૂ.10 લાખના સૂટ અને 1.5 લાખના ચશ્મા સુધી વાત જશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ પણ રાહુલ ગાંધી પર આ ટી-શર્ટને લઈને કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી વિદેશી ટી-શર્ટ પહેરીને ભારત જોડવા નીકળ્યા છે. આ પહેલા ભાજપે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી રાહુલ ગાંધીની એક તસવીર શેર કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ જે ટી-શર્ટ પહેર્યું છે, તેની કિંમત 41.257 રૂપિયા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, જોવામાં તો આ ટી-શર્ટ સામાન્ય લાગે છે.

તેમાં એવા કયા હીરા લાગેલા છે કે તે આટલી મોંઘી છે. તો તમને જણાવી દઈએ કે આખો ખેલ બ્રાન્ડનો છેરાહુલ ગાંધીની જે ટી-શર્ટને લઈને હંગામો થઈ રહ્યો છે, તે બરબરીની છે. ફેશન ઈન્ડસ્ટ્રીમાં બરબરી જાણીતી બ્રાન્ડ છે. બર્બરી બ્રિટનની આઈકોનિક બ્રાન્ડ છે. 1856માં આ કંપનીનો પાયો નંખાયો હતો. જોત-જોતામાં તે પોતાના સ્ટાઈલિશ રેનવેર માટે લોકપ્રિય થઈ ગઈ હતી. બર્બરી બ્રાન્ડની સૌથી મોટી ખૂબી તેની ક્વોલિટી છે. આજની તારીખમાં બર્બરી લક્ઝરી ફેશન હાઉસ બની ચૂક્યું છે. તે ઘણા પ્રકારની એક્સેસરીઝ, બ્યૂટી પ્રોડક્ટ્સ અને એપરલ રેન્જનું મેન્યુફેક્ચરિંગ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.