Abtak Media Google News

૩.૬ લાખ કરોડના આંધણની જાહેરાત દેશના જીડીપી અને વિકાસને ખતરનાક અસર પહોંચાડી શકે તેવો અર્થશાસ્ત્રીઓનો મત

લોકસભાની ચુંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે સ્ટ્રાઈક કરવામાં આવી છે તેને જોતા કોંગ્રેસ દળની કુકરી જાણે ગાંડી થઈ હોય તેવું પ્રવર્તીત થઈ રહ્યું છે. વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી દેશના લોકોને અનેકવિધ ભ્રામક વચનો આપતા હાલ જોવા મળી રહ્યા છે ત્યારે એ વાતની પણ પુષ્ટિ થઈ રહી છે કે રાહુલ ગાંધીનું અર્થનીતિમાં પછાતપણું છે કે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે. આ તમામ પ્રશ્ન પર પૂર્ણવિરામ ખુબ જ નજીકના સમયમાં આવી જશે પરંતુ ત્યાં સુધી જોવાનું એ રહ્યું કે ભારત દેશના લોકોનો જુકાવ કયાં મુદા પર રહે છે.

રાજકારણમાં તમામ પક્ષો ચુંટણી સમયે એકબીજા ઉપર પથ્થર ફેંકતા હોય છે, લાંછન લગાડતા હોય છે અને ન શોભે તેવા પણ વચનો કરતા હોય છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત રાહુલ ગાંધીને સહેજાદા, પપ્પુ જેવા શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. કારણકે જે રીતે રાહુલ ગાંધીને રાજકીય મુદાઓ માટે પરીપકવતા હોવી જોઈએ જે હજુ સુધી જોવા મળી નથી ત્યારે રાજકારણમાં સક્રિય થવા માટે અને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે રાહુલ ગાંધીએ પોતાની પરીપકવતા અને અર્થતંત્રને ખુબ જ સારી રીતે સમજવું જરૂરી બન્યું છે. મોદીની પાકિસ્તાન અને કોંગ્રેસ પરની સર્જિકલ સ્ટ્રાઈકથી હાલ કોંગ્રેસ પક્ષ હવાતિયા મારતું હોય તેવું પણ દેખાય રહ્યું છે ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા ન્યુનતમ આવકનું જે સપનું ભારત દેશના લોકોને દેખાડવામાં આવ્યું છે તે જાણે દિવા સ્વપ્ન જેવું હોય તેમ પણ મનાઈ રહ્યું છે.

કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી દેશના ખેડુતોના દેવા માફી અંગે અનેકવિધ નિવેદનો કરતા નજરે પડે છે પરંતુ એ વાતની પણ પુષ્ટિ થઈ રહી છે કે દેવામાફીથી દેશનો વિકાસ થશે કે કેમ? કે પછી દેશ વિકલાંગ બનશે. અનેકવિધ અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, ખેડુતોની દેવામાફી એ દિવા સ્વપ્ન તો ઠીક પરંતુ દેશને અનેકવિધ પ્રકારે નુકસાની પહોંચાડી શકે તેમ છે.

આ પ્રકારના ભ્રામક વચનો જે લોકોને ચુંટણી સમયે કરવામાં આવતા હોય છે તે ન કરવા જોઈએ. રાહુલ ગાંધી જયારે ન્યુનતમ આવકનું સપનું દેશને દેખાડી રહ્યા છે ત્યારે હાલ દેશનો જીડીપી ૬ ટકાથી વધુનો છે માની લઈએ કે ૨૦૧૯ લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ શાસક પક્ષ તરીકે આવે અને આ યોજનાને જો અમલમાં મુકે તો દેશના કુલ જીડીપીનો ૧.૭ ટકાનો ગ્રોથ ખવાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થશે.

રાજકારણમાં હર વખત રાજકીય પક્ષો પોતાનું હિત જોતા હોય છે ત્યારે તેઓ માત્ર પ્રજાને ભ્રામક વચનો આપી તેમના મત અંકે કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે ત્યારે માત્ર રાહુલ ગાંધી જ નહીં પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ગત લોકસભાની ચુંટણીમાં લોકોને અનેકવિધ ભ્રામક વચનો આપવામાં આવ્યા હતા. જેમાં તેઓએ દરેક લોકોના ખાતામાં ૧૫ લાખ રૂપિયાની પણ વાત કરી હતી જે હજી સુધી પણ શકય બન્યું નથી. એટલે કયાંકને કયાંક રાજકીય પક્ષો પોતાની સસ્તી પ્રસિઘ્ધિ માટે કેવા પ્રકારના વચનો આપતી હોય તેનું પણ ભાન રહેતું નથી.

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જે રીતે રાહુલ ગાંધીએ ૩.૬ લાખ કરોડની જે વાત કરી છે અને તેને જો અમલમાં મુકવામાં આવે તો દેશમાં ફુગાવો વધવાની પણ દહેશત ઉભી થશે ત્યારે કયાંકને કયાંક સરકાર ચુંટણી પૂર્વે અને ચુંટણી પૂર્ણ થયા બાદ લોકોને પોતાની હથેડીમાં ચાંદ દેખાડતા હોય તેવી પણ સ્થિતિ ઉદભવિત થતી હોય છે પરંતુ ૨૧મી સદીમાં લોકો હવે રાજકીય પક્ષોની વાત માની લ્યે તેવું નથી. ભારત દેશની પ્રજા ખુબ જ સાણી બની ગઈ છે અને જે કામોની વાત પક્ષ દ્વારા કરવામાં આવે તેને બખુબી રીતે નિહાળતી હોય છેઅને યોગ્ય લાગે તો જ તે પક્ષને તેમનો કિંમતી મત આપે છે.

જે રીતે રાહુલ ગાંધી ગરીબ પરિવારોને માસિક છ હજાર રૂપિયા આપવાની વાત કરી છે તે ભારત દેશના કુલ ૨૦ ટકા લોકો માટે જાણે આ યોજના બની હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જેનો ખર્ચ પ્રતિવર્ષ ૭.૨ લાખ કરોડનો રહેશે તેવું પણ અત્યારના અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે ૨૦૧૯-૨૦ના બજેટમાં ૨.૫ ગણો વધારો ખર્ચમાં થવાની પણ સંભાવના સેવાઇ રહી છે.

રાહુલ ગાંધી દ્વારા ૩.૬ લાખ કરોડની જે ભ્રામક વચનો ભારત દેશના નાગરિકને આપવામાં આવ્યું છે તેના પ્રતિઉતરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની યોજના માટે તેઓએ દેશના અર્થશાસ્ત્રી સાથે અનેકવિધ મંત્રણા પણ કરી છે જેમાં અર્થશાસ્ત્રીઓ દ્વારા પણ એવી વિગતો સામે આવી છે કે આ પ્રકારની યોજના દેશને ઉગાડવાના બદલે ડુબાડશે. ૨૦૧૯ની લોકસભાની ચુંટણી પૂર્વે રાહુલ ગાંધી જે રીતે વચનો આપતા ન્યુનતમ આઈ યોજના તહત ગરીબ પરીવારોને જે ૭૨ હજાર ‚પિયા આપવાની જાહેરાત કરી છે તેનાથી ખરાઅર્થમાં ગરીબી અને પરંતુ દેશ બોજાની આડમાં આવી જશે તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. આ વાત રાહુલ ગાંધીએ જણાવતા કહી હતી કે આ યોજના ત્યારે જ અમલમાં આવશે જયારે ભારતના મતદારો લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને ચુંટી સતા પર આ‚ઢ કરશે.

વધુમાં રાહુલ ગાંધીએ આ અંગે માહિતી આપતા પણ જણાવ્યું હતું કે, પક્ષ છેલ્લા ૬ મહિનાથી આ અંગે વિચારો કરી રહી છે કે દેશમાં જે ગરીબ પરીવારો છે તેનું ઉથાન કઈ રીતે કરી શકાય અને દેશ કે જે ગરીબીની આડમાં ફસાઈ ગયો છે તેને કઈ રીતે મુકત કરી શકાય ત્યારે જે રીતે કોંગ્રેસ પક્ષ ૩.૬૦ લાખ કરોડનું જે આંધણ કરવાની વાત કરી રહી છે તેનો સ્ત્રોત કયાંથી કોંગ્રેસને પ્રાપ્ત થશે તે પણ મુખ્ય પ્રશ્ન છે અને તેની કોઈપણ પ્રકારની પુષ્ટિ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી નથી ત્યારે આવનારા સમયમાં જે ૩.૬૦ લાખ કરોડના આંધણની જાહેરાત રાહુલ ગાંધી કરી રહ્યા છે તે દેશના જીડીપીના ગ્રોથને ખતરનાક અસર પહોંચાડશે તેવું અર્થશાસ્ત્રીઓનું પણ માનવું છે. હાલ ભારતનું જીડીપી આશરે ૬ ટકા જેટલું છે અને ત્યારે જો ૩.૬૦ લાખ કરોડનો બોજ ભારત દેશ ઉપર પડશે તો અનેકવિધ ટકાના જીડીપી ગ્રોથમાં ઘટાડો થવાની પણ સંભાવના સેવાઈ રહી છે.

હાલ ભારત દેશ પોતાના જીડીપી ગ્રોથને વધારવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે હજી કોંગ્રેસ પક્ષ સતામાં આવી પણ નથી છતાં આ પ્રકારના ભ્રામક વાયદાઓ કરી લોકોને પોતાની આભામાં લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ભારતની પ્રજા ખુબ જ સાણી પ્રજા છે. તે પણ જાણે છે કે જે વાયદાઓ પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે તે લોકો માટે કેટલા અંશે ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થશે પરંતુ નરેન્દ્ર મોદી દ્વારા જે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે તેમાં કોંગ્રેસ પક્ષ ગાંડુ થયું હોય તેવું લાગી રહ્યું છે અને તેને પહોંચી વળવા અનેકવિધ પ્રકારના ખોટા વાયદાઓ આપે છે તેવું પણ પ્રસ્થાપિત થઈ રહ્યું છે.

ખેડૂતોના લોન માફી ધીરાણ વ્યવસ્થા ખતમ કરી નાખશે: રઘુરામ રાજન

Article Ldjuxgxiez 1448977354

દેશના અર્થતંત્રમાં અત્યારે લોનધારકોની નાદારી અને બેંકોની એનપીએની ખાધ અર્થતંત્ર માટે પડકારરૂપ બની છે. રાજકિય પક્ષો વચ્ચે અત્યારે જાણે કે લ્હાણી કરવાની મોસમ ખીલી ઉઠી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ખેડુતોને લોન માફીની માંગ જે રીતે ઉઠવા પામી છે તે જોતા લાગે છે કે ખેડુતોની લોન માફી હોય ધિરાણ વ્યવસ્થા હોય તે અર્થતંત્રને ખતમ કરી નાખશે.

આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા જો એવી જ રીતે ચાલતી રહેશે તો દેશનું અર્થતંત્ર ડામાડોળ થઈ જશે. વધુમાં રઘુરામ રાજને માહિતી આપતાં જણાવ્યું હતું કે, જો ફરીથી ખેડુતોની લોન માફી કરવામાં આવશે તો તે અર્થતંત્ર માટે ખુબ જ જીવલેણ સાબિત થશે અને તે અંગેની દહેશત પણ વ્યકત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રથમ તો દેશના લોકોના રોષનું કારણ અને તણાવનો ઉકેલ શોધવો પડશે. ખેડુતોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ વ્યકિતગત માનવું એ છે કે ખેડુતોની લોન માફી એ સમસ્યાનો ઉકેલ નથી પરંતુ આપણે તેમની સમસ્યાના ઉકેલ માટે નકકર આયોજનની જરૂર છે.

આર્થિક સુધારા અને ખેડુતોની હાલત સુધારવા માટે આપણે રાેજગારીના સર્જનની દિશામાં ધ્યાન દેવાની જરૂર છે જે માટે લોકો પ્રબળ ઈચ્છા સેવી રહ્યા છે. રઘુરામ રાજનને નવીદિલ્હીમાં થર્ડ પિલર નામના પુસ્તક વિમોચન કરતી વખતે જણાવ્યું હતું કે, દેશના લોકો રોજગારીના સર્જનની દિશામાં કામ થાય તેવું ઈચ્છે છે. આર્થિક મંદી દુર કરવા માટે આ દિશામાં અનેકવિધ પ્રકારના માપદંડો અપનાવવા જોઈએ. રોજગારીના સર્જન માટે અનેકવિધ સુધારા કરવાની પણ જ‚ર છે. ખેતી અને ખેડુતોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢવા કેટલાક રાજયોએ ખેડુતોને દીધેલું કર્જ માફ કરવાની જાહેરાત કરી છે.

લોન માફી એવા ખેડુતોને જ લાભ આપે છે જેને સરકારી વ્યવસ્થા મુજબ ધિરાણ લીધું હોય. સરકારનું આ પગલું ખેડુતો માટે રાહત આપનારું બની રહેશે. વ્યકિતગત રીતે હું આ વ્યવસ્થાનો ખુબ જ મોટો વિરોધી છે. ખેત મજુરોને કોઈ સહાય મળતી નથી ત્યારે ખેડુતોને લોન માફી તો દેશના અર્થતંત્રને ખતમ કરી નાખશે. આ સમસ્યા ખેડુતોના આર્થિક ઉધાર માટે લાંબાગાળે આયોજનના બદલે ટુંકાગાળાનો લાભ આપનાર બની રહેશે ત્યારે આ વ્યવસ્થાથી છેવાડાના અતિ ગરીબ પરીવારોને કંઈ જ લાભ મળતો નથી. અત્યારે ગરીબ ગરીબ બનતાે જાય છે અને અમીર અતિ અમીર બનતો જાય છે. ખેતી અને ખેડુતોના ઉન્નતિના પગલાઓ જો સરકાર ઈચ્છે તો તે સરાહનીય કહી શકાય પરંતુ તે પક્ષ કે વિપક્ષ કરવામાં સહેજ પણ વિચારતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.