Abtak Media Google News

જી-23 આઉટ થતા કોંગ્રેસનો ‘કાંટાળો’ તાજ પહેરવા કોઈ તૈયાર નથી

હાલ કોંગ્રેસ પક્ષમાં પક્ષના પ્રેસિડેન્ટનો કાંટાળો તાજ કોન પહેરશે તે અંગે અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ ભૂતકાળમાં પણ ગાંધી પરિવાર વગરના નેતાઓ પણ કોંગ્રેસ પક્ષના પ્રમુખ બન્યા હતા પરંતુ હાલની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. કોંગ્રેસ પક્ષમાં કી પોસ્ટ ગણાતી સમિતિમાં જી23 નેતાઓ તે દૂર થઈ રહ્યા છે તેની પાછળનું ક્યાંક ને ક્યાંક કારણ એ પણ છે કે જે રીતે સંસ્થાકીય ચૂંટણી ડેમોક્રેટિક પદ્ધતિથી થવી જોઈએ તે થઈ શકતી નથી અને પરિણામે કોંગ્રેસ પક્ષ પોતાનું વર્ચસ્વ દિન પ્રતિદિન ગુમાવી રહ્યું છે. એટલું જ નહીં કોઈપણ પક્ષમાં નેતૃત્વ સૌથી મોટી કડી હોય છે ત્યારે કોંગ્રેસમાં પણ લીડરશીપ નો અભાવ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે જ્યાં સુધી આ પ્રશ્નનો નિવારણ નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ નો ઉદ્ધાર શક્ય નથી.

બીજી તરફ બિન ગાંધી પરિવારના વ્યક્તિને પક્ષના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવા માટે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પક્ષના નેતાઓનું માનવું છે કે જો ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને પક્ષનું સુકાની પદ સોંપવામાં આવશે તો ઘણા પ્રશ્નો ઊભા થશે કારણ કે હાલ કોંગ્રેસની અત્યંત કફોડી બની છે. ક્યાંક ને ક્યાંક રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ને પક્ષના પ્રમુખ બનાવવા માટે ની જે વાત સામે આવતી હતી તે વાત ઉપર પણ હવે પૂર્ણવિરામ મૂકવામાં આવ્યો છે કારણ કે અશોક ગહેલોત પણ પક્ષનું સુકાની પદ સંભાળવા તૈયાર નથી કારણકે જો તેઓ તે વિશિષ્ટ જવાબદારી સંભાળે તો તેઓએ રાજસ્થાનના મુખ્યમંત્રી પદ તરીકે પદ ભાર છોડવો પડે અને તે છોડવા તેઓ રાજી થયા નથી. કારણે કોંગ્રેસ પક્ષ પીછી રહ્યું છે કે રાહુલ ગાંધી જ કોંગ્રેસ પક્ષનું સુકાની પદ સંભાળે.

કોઈપણ પક્ષ ત્યારે જ મજબૂત અને આગળ વધી શકે જ્યારે સંગઠનમાં રહેલો વ્યક્તિ યોગ્ય સમય વિતાવ્યા બાદ રાજકારણમાં પ્રવેશ કરે કોંગ્રેસમાં પણ આ પૂર્વે અનેક દિગજ નેતાઓ આવી ગયા છે અને જેના કારણે કોંગ્રેસ હાલ ટકી શકી છે. સીમ્હા રાવ સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા અને જે યોજનાઓને અમલવારી શરૂ કરાય તેનાથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આવ્યો હતો જે 1991ની વાત છે. ઉમેશ પક્ષમાં જ્યાં સુધી પાવર સેન્ટ્રલાઈઝ એટલે કે કેન્દ્રીયકરણ કરવામાં આવ્યું હતું તે સમયથી જ કોંગ્રેસ પક્ષમાં અનેક પ્રશ્નો ઉભા થયા હતા.

ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીને કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવા માટે તેઓને મનાવવામાં આવી રહ્યા છે અને તેના કારણે પાર્ટી પ્રેસિડેન્ટ માટેની ચૂંટણીની તારીખ પાછી ઠેલવાઈ છે જે નવી તારીખ રવિવારના રોજ ખ્યાલ આવે તેવી શક્યતા સેવાય રહી છે. રાહુલ ગાંધી 3,500 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા માં જોડાવા જઈ રહ્યા છે જે બાર રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફરશે અને આ યાત્રા 150 દિવસ સુધી ચાલનારી છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે અનેક વરિષ્ઠ નેતાઓ પણ જોડાશે તે પૂર્વે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ તેમનું કેમ્પેઈન પણ શરૂ કરશે.

  • પાર્ટી પ્રેસિડેન્ટની ચૂંટણીની તારીખ ફરી લંબાવાઈ, રવિવારે થશે નવી તારીખ જાહેર

  • કોંગેસ પક્ષની કમાન બિન ગાંધી પરિવારના લોકોએ પણ સાંભળી છે

ભારત સ્વતંત્ર થયું ત્યારબાદ અનેક બિન ગાંધી પરિવારના લોકોએ કોંગ્રેસની કમાન સંભાળી છે અને કોંગ્રેસ પક્ષને એક ઉચ્ચ સ્થાન પણ આપ્યું છે જેમાં,

* ભોગારાજુ સીતારમ્યા

* પુરોસોત્તમ દાસ ટંડન

* યુ.એન ઢેબર

* નીલમ રેડ્ડી

* કે. કામરાજ

* એસ. નિજલિંગપ્પા

* જગજીવન રામ

* શંકર દયાલ શર્મા

* દેવકાંત બારૂઆ

* પી.વી નરસિંહરાવ

* સીતારામ કેસરી

  • કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પાંચ સપ્ટેમ્બરથી ‘શ્રી ગણેશ’ કરશે !!!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પોતાનો ચૂંટણી કેમ્પેઇન 5 સપ્ટેમ્બર થી જ શરૂ કરવા જઈ રહ્યું છે જ્યાં રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને સંબોધન કરશે આ સાથે જ કોંગ્રેસ પક્ષે 90 દિવસના ચૂંટણી કાર્યક્રમો પણ શરૂ કરી દીધેલા છે. જે બેઠકમાં અશોક ગહેલોતની સાથે ધારાસભ્ય રઘુ શર્મા પણ ઉપસ્થિત રહેશે.

  • ‘નારાજ’ ગુલામ નબી કોંગ્રેસ માંથી ‘આઝાદ’  !!!

  • ભારત જોડો યાત્રા નહીં, કોંગ્રેસ જોડો યાત્રા કરવી જરૂરી : ગુલામ નબી આઝાદ

Ghulam Nabi Azad

કોંગ્રેસ પક્ષના પ્રેસિડેન્ટ તરીકે ગાંધી પરિવારના વ્યક્તિ ન હોવાનું કહ્યા બાદ ગુલામ નબી આઝાદ કોંગ્રેસ પાર્ટીની વિવિધ સમિતિઓના ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું હતું. સતત અવગણના થતી હોવાના પગલે ગુલામ નબી કોંગ્રેસ પક્ષ માંથી ’આઝાદ’ થઈ ગયા છે. અને તેઓએ દરેક પદ અને સભ્યપદ માંથી રાજીનામુ આપી પક્ષ સાથે છેડો ફાડયો છે. તેઓએ સોનિયા ગાંધીને પત્ર લખી જણાવ્યું છે કે, 2013 બાદ પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા.

જે બાદ પક્ષની પ્રતિષ્ઠાને ઘણી ઠેસ પોહચી હતી, અને પોતાનું વર્ચસ્વ પણ ગુમાવ્યું હતું. સાથોસાથ તેઓએ પાર્ટીનું નેતૃત્વ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સામે એ વાસ્તવિકતા પણ છે કે, જી23 આઉટ થતા કોંગ્રેસ પક્ષ ઉપર ચિંતાના વાદળો છવાયા છે અને કોઈ પણ વરિષ્ઠ નેતા કોંગ્રેસ પક્ષના પ્રમુખનો કાંટાળો તાજ પહેરવા તૈયાર નથી. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે કોંગ્રેસ પક્ષ કાબેલીયા અને જે ઈચ્છા શક્તિ છે તે ગુમાવી દીધી છે ત્યારે પાર્ટીએ બેઠું થવું હોય તો આંતરિક ફેરફારો કરવા ખૂબ જ જરૂરી છે. પાર્ટી તરફ નારાજગી વ્યક્ત કરતા તેઓએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા નહીં પરંતુ કોંગ્રેસે કોંગ્રેસ જોડે યાત્રા શરૂ કરવી જોઈએ અને જે નેતાઓ વિખુટા પડી રહ્યા છે તેઓને એક તાંતણે બાંધવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.