Abtak Media Google News

રાજકોટ, જામનગર અને ખંભાળીયાના મહિલા સહિત છની રૂ 6.46 લાખના મુદામાલ સાથે ધરપકડ

શાપરના સાંતિધામ સોસાયટીમ મહિલા સંચાલિત જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમવા આવેલા રાજકોટ, જામનગર અને ખંભાળીયા પંથકના છ શખ્સોની રૂા.6.46 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરની શાંતિધામ સોસાયટીમાં રહેતી રજનીબા નટુભા પરમાર નામની મહિલા પોતાના ઘરે જુગાર કલબ ચલાવતી હોવાની બાતમીના આદારે શાપર પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એ.ગોહિલ, એએસઆઇ પી.આર.બાલસરા અને યોગરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડયો હતો.

જુગાર રમતા રજનીબા પરમાર, જામનગર પટેલ પાર્કની નયનાબેન રાજેશભાઇ બાંભણીયા, જામનગર મચ્છરનગરના રીનુબા નરેન્દ્રસિંહ જાડેજા, ખંભાળીયાના હસ્થલના દિલીપ ગોગન દેથરીયા, ધના અજા લાંબરીયા અને રાજકોટ મવડી પ્લોટના મહેશ વરવાભાઇ સબાડ નામના શખ્સોને રૂા.1.76 લાખની રોકડ, રૂા.70 હજારના ત્રણ મોબાઇલ અને રૂા.4 લાખની આઇ-20 કાર મળી રૂા.6.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.