Abtak Media Google News

જય વિરાણી, કેશોદ 

શ્રાવણ માસમાં લોકો તીન-પત્તી અને જુગાર રમવાની શરૂઆત કરે છે તો છેક સાતમ-આઠમના પર્વ  સુધી આ રમત ગુજરાતીઓ રમતા હોય છે. પણ ઘણા લોકો તીન પત્તીને ફક્ત રમત ન સમજીને પૈસાના  દાવ લગાડીને રમતા હોય છે ત્યારે શ્રાવણ માસની શરૂઆતમાં જ જુનાગઢના કેશોદમાં જુગારધામ પકડાયું છે. પોલીસે જાહેરમાં તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતાં હોવાની મળેલી બાતમીના આધારે કેશોદ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી રેડ  પાડી હતી અને  નવ મહિલાઓ જાહેર માર્ગ પર જુગાર રમતા પકડાઈ છે.

આ  નવ મહિલાઓ જાહેર માર્ગ પર કુંડાળું કરીને તીનપત્તીનો જુગાર રમતી હતી. ત્યારે કેશોદ પોલીસે  રેખાબેન  અશોકભાઇ ખીમજીભાઇ જેઠવા (ઉ.વ.૪૨),ભાવનાબેન  મનહરભાઇ વેલજીભાઈ, ઢોલરીયા ઉ.વ.૫૪,હસીનાબેન  સુલેમાનભાઇ, કમાલભાઇ હાલેપોત્રા (ઉ.વ.૪૫),મંજુલાબેન  દીનેશભાઇ પાંચાભાઇઠુંબર (ઉ.વ.૫૦), કીરણબેન  રાજેશભાઇ નાથાભાઇ ઠુંબર (ઉ.વ.૪૨ ), કીરણબેન  રમેશભાઇ પરબતભાઇ સોલંકી (ઉ.વ.૩૫) ,ભારતીબેન  મેરામભાઇ હાજાભાઇ બાલસરા (ઉ.વ.૪૪) ,મધુબેન  રમેશભાઇ અરશીભાઇભોપાળા (ઉ.વ.૪૫), ભાવીશાબેન  ભરતભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.૩૨). આ તમામ મહિલાઓ  શાસ્ત્રીનગર, સોની સમાજ પાસે રહે છે.

કેશોદને ઝડપી જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહીલા આરોપીઓ પાસેથી કેશોદ પોલીસ દ્વારા રેઇડ દરમ્‍યાન જુગાર સાહિત્ય રોકડ રૂ.૧૪૮૨૦/- તથા ગંજી પતાના પાના નંગ ૫૨ કી.રૂ. ૦૦/૦૦ તથા પાથરણુ નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૪૮૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કેશોદ પોલીસ સ્ટેશન નાં ASI બી.એન.ગળચર, પોલીસ કોન્સ્ટેબલ કનકભાઈ બોરીચા,જૈતાભાઈ સિંધવ, વનરાજસિંહ સિંધવ, માનસિંહભાઈ ભલગરીયા, કિરણભાઈ ડાભી, જયેશભાઈ ભેડા,મીતલબેન ડાભી,તેજલબેન પરમાર સાથે રહીને જાહેર માર્ગ પર તીનપત્તીનો જુગાર ઝડપી પાડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.