Abtak Media Google News

પ0 ટન રેતી, બે ચરખા સહિતનો માળ સામાન જપ્ત

લીંબડી તાલુકાના બોડીયા ગામમાં ભોગાવાના પટમાં વોશ પ્લાન્ટ પર તંત્રએ દરોડા પાડતા નાસભાગ મચી જવા પામી હતી. વોશ પ્લાન્ટના બે ચરખા અને અંદાજે 5ચાસ ટન જેટલી રેતીના જુદા જુદા ઢગલાઓનો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બોડીયા ગામના ભોગાવામાં ભુમાફીયા દ્વારા રેતીનુ ખનન થતું હોવાની જણાતાં મામલતદાર, સર્કલ ઓફીસર, રેવન્યુ તલાટી દ્વારા આકસ્મિક તપાસણી કરતાં બોડીયાના ભોગાવામાં બે વોશ પ્લાન્ટ ચાલતાં હતાં.આકસ્મિક ચેકિંગમાં પ્લાન્ટમાં કારીગરો ભાગી છુટયા હતાં.

આ પ્લાન્ટ નજીકથી પસાર થતાં લોકોને પ્લાન્ટ કોના તે અંગે પુછતા કશું જાણતા ન હોવાનું જણાવ્યું હતું. પ્લાન્ટમાં કામ કરતા મજૂરો પાસે વોશ પ્લાન્ટના મંજૂરીના કોઇ કાગળ મળી આવ્યો ન હતો આ ઉપરાંત માલિકનું નામ પણ જણાવ્યું ન હતું. અધિકારીઓએ સ્થળ પર રહેલા બીનવારસી વોશ પ્લાન્ટના બે ચરખા અને અંદાજે 5ચાસ ટન જેટલી રેતીના ઢગલાઓનો સીઝ હુકમ કરી લીંબડી તાલુકાના પોલીસ સ્ટેશનમાં મુદામાલ સુપ્રત કર્યો હતો. તેમજ ખનીજ ચોરીની જાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગરને કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ માં ચાલતો મોટા ભષ્ટાચાર અને પોલીસ તંત્રની પરવાનગી થી ચાલતા કામોનો ભસ્તાચાર વિશેનો અહેવાલો દરરોજ દરરોજ અખબારોમાં પ્રસિદ્ધ થવા લાગ્યા છે

ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં હજુ પોલીસ તંત્ર જાગ્યું જ નથી પરંતુ ખાણ ખનીજ વિભાગ સામાન્ય રીતે દરોડા કરી અને સામાન્ય કેસ કરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં સૌથી મોટામાં મોટો કાળો કારોબાર હોય તો ખાણ ખનીજ વિભાગના કાર્બોસેલ સફેદ માટી અને કોલસો અને રેતી જેવી મોટી માત્રામાં ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે ખાંડમાંથી કાર્બોસેલ કાઢી અને મોટી માત્રામાં હેરાફેરી તંત્રની રાહબારી હેઠળ થઇ રહી છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ તંત્ર આ કામગીરીમાં સંપૂર્ણ સહભાગી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે ખાણ માફિયા લાખો પતિ નહીં પણ અબજોપતિ બની ગયા છે

ત્યારે પોલીસ તંત્ર કેટલા પતિ બની ગયું હશે તેનો અંદાજ લગાવાય તેવું નથી ત્યારે સુરેન્દ્રનગર શહેર માં લીંબડી તાલુકાના બોરીયા ગામ ખાતે રેતીની સામાન્ય રેડ કરવામાં આવી છે ત્યારે થોડા દિવસ પહેલા ધાંગધ્રા માં પણ રેડ કરવામાં આવી હતી થોડા દિવસ પહેલા મૂડીમાં પણ એક સામાન્ય રેડ કરવામાં આવી હતી ધ્યાનમાં પણ સામાન્ય રીતે રેડ કરવામાં આવી હતી પરંતુ મોટા મગરમચ્છને મોટી રેડ પડતી નથી કેવું હાલમાં લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે હાલમાં માં કેટલા ખાડા કાર્બોસેલ ના છે જેનો કોઈ હિસાબ નથી ત્યારે સુરેન્દ્રનગર શહેર માં આ તમામ પ્રકારની કામગીરી હાલ સુધી જનતાની જાણકારી બહાર હતી હવે જનતાને જાણકારી થતા રોજ બરોજ આવી ઘટનાઓ સામે આવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.