Abtak Media Google News
  • મોરબી, ટંકારા, વાંકાનેર અને  હળવદ પંથકમાં જુગટુ રમતા  67 શખ્સોની ધરપકડ: રૂ.  લાખનો મુદામાલ કબ્જે
  • સાતમ-આઠમના પર્વ પૂર્વે ઠેર ઠેર જુગારના  પર મંડાયા છે.જેમાં મોરબી જિલ્લામાં નવ સ્થળે જુગારના દરોડા પાડવામા આવ્યા છે. મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ પંથકમાં જુગાર રમતા  67 શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી મોબાઈલ વાહન અને રોકડા  મળી રૂ. 9 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

મોરબી  પંચાસર રોડ થી વાવડી રોડ વચ્ચે આવેલ નાની કેનાલવાળા રસ્તે આવેલ શિવપેલેસ એપાર્ટમેન્ટ નામથી નવા બનતા ફ્લેટનું કામ ચાલુ તેમાં આવેલ શિવમ પેલેસમાં પહેલા માળે દરવાજા વગરના ફ્લેટમાં પ્રાગજીભાઈ છગનભાઇ ઓગણજા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની મળેલ બાતમીને આધારે રેઇડ કરતા જુગાર રમી રહેલા કેવલભાઈ મનસુખભાઈ ભોરણીયા ઉવ.26 રહે.દર્પણ સોસાયટી શિવમ પેલેસ બ્લોક નં.302, ધરમશીભાઈ હરિભાઈ કાવર  , પ્રભુભાઈ મગનભાઈ આદ્રોજા  , રમેશભાઈ કુવરજીભાઈ ઓગણજા  , જગદીશભાઈ હરીભાઈ કલોલા , વલ્લમજીભાઈ મોહનભાઈ માકાસણા    , જયંતીભાઈ છગનભાઈ પડસુંબીયા  , ચંદુલાલ રતનશીભાઈ ગામી  , નાગજીભાઈ છગનભાઈ દાવા  , દેવદાનભાઈ મોમૈયાભાઈ કુંભારવાડીયા    , કાનજીભાઈ રામજીભાઈ ભીમાણી  , આપાભાઈ લક્ષ્મણભાઈ ચાવડા  , મનસુખભાઈ નરશીભાઈ ભાડજા  એપાર્ટમેન્ટવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.1,03,300/- જપ્ત કર્યા હતા.

કાલિકા પ્લોટ ઇન્ડિયન પાનવાળી શેરીમાં દરગાહની બાજુમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા શાયર દીલીપભાઈ સોલંકી ઉવ.32, અનીલ વીઠલભાઇ કાંજીયા ઉવ.30 તથા સચીન ગણપતભાઇ બામરોલીયા  ઝડપી લીધા છે.

વાવડી રોડ રાધપાર્ક સોસાયટી અંદર   જુગાર રમી રહેલા મેહુલભાઈ ચુનીલાલ પૈજા  , ભરતભાઈ કિશોરભાઈ પાટડીયા , ભાવેશભાઈ ગુણવંતભાઇ દેત્રોજા, જગદીશભાઈ મહેશભાઈ સુરાણી  .શનાળા શકિતમાતાજીના મંદીર પાસે, કાવ્ય દિપકભાઈ વિડજા ઉવ.20 કામધેનુ સોસાયટી નાની કેનાલ રોડ, જાહીદભાઈ ભીખુભાઈ તલાટ ઉવ.44 રહે.પંચાસર રોડ મસ્જીદ પાસે, જયભાઈ ધર્મેન્દ્રભાઇ વિડજા ઉવ.26 રહે.કામધેનુ સોસાયટી નાની કેનાલ પાસે પંચાસર રોડવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.12,650/-જપ્ત કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી વીસીપરા કુલીનગર-2માં જાહેરમાં જુગાર રમતા હસનભાઇ સુલેમાનભાઇ નંગામરા ઉવ.28 રહે.વીસીપરા મદીના સોસાયટી, શબ્બીરભાઇ હારૂનભાઇ માણેક ઉવ.28 રહે.વીસીપરા વિજયનગર પ્રકાશ પાર્ક મોરબી, સદામ ઉર્ફે મોસીન હાજીભાઇ જીંગીયા ઉવ.34 રહે.વીસીપરા ઉજાલા ડેરીની બાજુમાં, સાજીદભાઇ અબ્દુલભાઇ સુમરા ઉવ.26 રહે.વીસીપરા ફુલછાબ કોલોની, હુશેનભાઇ જાકુબભાઇ કચ્ચા ઉવ.30 રહે.વીસીપરા કુલીનગર 2 મોરબી, સાહીલભાઇ મહેબુબભાઇ મોવર ઉવ.25 રહે. વીસીપરા કુલીનગર 2 મોરબી, મુસ્તાકભાઇ હુશેનભાઇ સુમરા ઉવ.22 રહે. વીસીપરા રમેશ કોટન મીલની ચાલીવાળાની અટક કરી રોકડા રૂપિયા 32,420/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે બીજા દરોડામાં વીસીપરા લાઇન્સનગરમાં મોરબી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી તીનપત્તીના જુગારની મજા માણી રહેલા લક્ષ્મણભાઇ રવજીભાઇ રેસીયા ઉવ.28 રહે.લાયન્સનગર, પંકજભાઇ જીવરાજભાઇ પરમાર ઉવ.26 રહે. વિજયનગર શેરી નં.2 વીસીપરા મોરબી તથા કલ્પેશભાઇ સવજીભાઇ રેસીયા ઉવ.22 રહે.લાયન્સનગરવાળાને કુલ રોકડા રૂ.13,770/-સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ત્રીજા દરોડાની વિગત મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર કનૈયા પાનની સામે રોડ ઉપર જાહેરમાં વર્લીમટકાના આંકડાઓ ચિઠ્ઠીમાં લખી વરલીફીચર્સનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા અફજલભાઇ અકબરભાઇ સમા ઉવ.26 રહે. સો-ઓરડી શેરી નં.6 મોરબી-2વાળાને આકડાંના જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડ રૂ.1,260/-ના કુલ મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત ચોથા જુગારના દરોડામાં વાંકાનેરમાં મીલ પ્લોટ ડબલચાલીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારની બાઝી માંડી બેઠેલા સીંકદરભાઇ રાયધનભાઇ મોવર ઉવ.39 રહે.વાંકાનેર વીશીપરા, આશીફ ઉર્ફે ઢબુ ગુલામભાઇ સામતાણી ઉવ.22 રહે.વાંકાનેર મીલપ્લોટ, અબ્દુલભાઇ ઉર્ફે અબુ રહીમભાઇ બાબરીયા ઉવ.32 રહે.વાંકાનેર મીલપ્લોટ, સુભાનભાઇ રહીમભાઇ મોવર ઉવ.30 રહે.વાંકાનેર મીલપ્લોટ, મયુરભાઇ હેંમતભાઇ સોલંકી ઉવ.33 રહે.વાંકાનેર મીલપ્લોટવાળાને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા 12,100/- કબ્જે કર્યા હતા.

જુગારના પાંચમા દરોડામાં ટંકારાના ઓટાળા ગામે પૂર્વ બાતમીને આધારે ટંકારા પોલીસ ટીમે રેઇડ કરતા ઓટાળા ગામના કોળીવાસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા કુલ 6 પૈકી 2 આરોપી ભાગી છૂટ્યા હતા. જેમાં અજયભાઇ બાબુભાઇ છીપરીયા ઉવ.33 રહે.ઓટાળાગામ કોળીવાસ તા.ટંકારા, ધારેશભાઇ હેમતભાઇ છીપરીયા ઉવ.35 રહે.ઓટાળાગામ કોળીવાસ તા.ટંકારા, નવઘણભાઇ નથુભાઇ છીપરીયા જાતે-કોળી ઉ.વ.-28 રહે.ઓટાળાગામ કોળીવાસ તા.ટંકારા, ચંદુભાઇ મેરાભાઇ ગોલતર જાતે-ભરવાડ ઉવ.40 રહે.ઓટાળાગામ કોળીવાસ તા.ટંકારાને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે બે આરોપી ચતુરભાઇ રમેશભાઇ છીપરીયા રહે.ઓટાળાગામ તા.ટંકારા, કેતનભાઇ ઉર્ફે કનજી જીણાભાઇ છીપરીયા રહે.-ઓટાળાગામ તા.ટંકારાવાળા પોલીસને આવતી જોઈ નાસી જવામાં સફળ થયા હતા. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.10,750/-જપ્ત કર્યા હતા.

માથક ગામે આવેલ કરારની સીમમાં રોહિતભાઈની વાડીની બહાર અમુક શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ માહિતીને આધારે તુરંત સ્થળ ઉપર રેઇડ કરતા પૈસાની હારજીતનો ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા રોહીતભાઇ વાઘજીભાઇ પરમાર રહે.માથક ગામ તા.હળવદ, અજીતભાઇ દિનેશભાઇ રાતૈયા જાતે કોળી ઉવ.25 રહે.જાલી ગામ તા.વાંકાનેર, હેમુભાઇ અરજણભાઇ ભોરણીયા ઉવ.45 રહે.માથક ગામ, મેરૂભાઇ ખેતાભાઇ લાંબરીયા ઉવ.27 રહે.ઉંચી માંડલ ગામ તા.જી.મોરબી, મુકેશભાઇ વિહાભાઇ ડાભી ઉવ.32 ધંધો-પશુપાલન રહે.મોરબી નાનીબજાર, ભરતભાઇ પરબતભાઇ હેણ ઉવ.40 રહે. મોરબી ગોપાલ સોસાયટી પાછળ, કાળુભાઇ ખોડાભાઇ ડાંગર ઉવ.39 રહે.માથક ગામ, અસરફ ઉર્ફે અસો હબીબભાઇ વડગામા ઉવ.35 રહે.માથક ગામવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.1,71,500/-કબ્જે કર્યા હતા. આ સાથે દરોડા દરમિયાન પકડાયેલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

માધાપર શેરી નં.29માં આવેલ વિજયભાઈ વીંજવાડીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત આર્થિક ફાયદા માટે બધા માણસો પાસે નાલ ઉઘરાવી જુગાર રમવાના સાધન સગવડ પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે જે મુજબની મળેલ બાતમીને આધારે પંચોને સાથે રાખી મોરબી એલસીબી પોલીસે મોડીરાત્રીએ ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરતા જ્યાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો પૈસાની લેતી દેતીનો મોટાપાયે જુગાર રમી રહેલા મકાન માલીક વિજયભાઈ બાબુભાઈ વીંજવાડીયા ઉવ.29 રહે.માધાપર શેરી નં.29, અજયભાઇ સામજીભાઈ જિંજવાડીયા ઉવ.24 રહે.ત્રાજપર, લક્ષમણભાઈ ગોકળભાઈ ટોટા ઉવ.30 રહે. વાવડી રોડ ભગવતીપરા, શાહરૂખભાઈ ફીરોજભાઈ પઠાણ ઉવ.27 રહે.વીસીપરા કુલીનગર-1, જયપાલભાઈ મુળજીભાઈ કુંવરીયા ઉવ.28 રહે.કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરા, આરીફભાઈ હુશેનભાઈ ચૌહાણ ઉવ.30 રહે.ત્રાજપર, અજયભાઈ મનસુખભાઈ વરાણીયા ઉવ.28 રહે.ત્રાજપર રવીપાર્ક સોસાયટી, ઉમેશભાઈ ટીડાભાઈ ગોલતર ભરવાડ ઉવ.38 રહે.મોરબી એસ્સાર પેટ્રોલ પંપ પાછળને પકડી લઈ તમામની અટક કરી છે.

પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.5.34 લાખની રોકડ રકમ કબ્જે કરી પકડાયેલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.