ફિલ્મ અભિનેતા મનોજ બાજપાયીના હાથે રેલ અધિકારીના પુસ્તકનું વિમોચન કરાયું

ભારતીય રેલ પરિવહન સેવાના વરિષ્ઠ રેલ અધિકારી મુકુલ કુમાર દ્વારા લખાયેલ પુસ્તક ‘સેડકશન બાય ટુથ’નું વિમોચન મશહુર ફિલ્મ અભિનેતા મનોજ બાજપાયી દ્વારા ૨૨ ડિસે. મુંબઈના બાંદ્રામાંક આવેલા ટાઈટલ વેવ્યમાં કરવામા આવ્યું પુસ્તક વિમોચન બાદ લેખક દ્વારા પુસ્તક સંબંધીત સવાદ સત્ર પણ યોજાયો.

આ કાર્યક્રમના બુક રીડિંગ સત્રમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. મનોજ બાજપાયીએ મુકુલ કુમારની આ સાહિત્યક રચના માટે તેમની પ્રશંસા કરી તથા વરિષ્ઠ રેલ અધિકારીના રૂપે વ્યસ્ત સમયમાં થક્ષ પણ સમય કાઢી પુસ્તક લખવાની તેમની ઈચ્છા શકિતને પ્રોત્સાહન આપ્યું. મુકુલકુમાર ૧૯૯૭ બેચના અધિકારી છે.