Abtak Media Google News

સુરતના ઉધનામાંથી રેલવેના વિજીલન્સ ઓફિસરે ૬.૫૩ લાખની કિંમતની ૨૧૩ ઈ-ટિકિટ સાથે એકને ઝડપી લઈ ઈ-ટિકિટના રેકેટનો પર્દાફાશ  કર્યો હતો.

વિજીલન્સ વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ઉધનાની તનુ કરિયાણા અને મોબાઈલ શોપમાં ઈન્ટેલીજન્સ દ્વારા કરવામાં આવેલા દરોડામાં ફેક આઈડી અને ખાસ તૈયાર કરવામાં આવેલા સોફટવેરની મદદથી બુક કરવામાં આવેલી ઈ-ટિકિટોનું નેટવર્ક કોમ્પ્યુટર અને સોફટવેર ઝપ્ત કરી આ નેટવર્ક ચલાવનારા વશિષ્ઠસિંગ નામના વ્યક્તિને વિજીલન્સ રેલવે પોલીસને સોંપી દીધો હતો.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રેલવેની ઈ-ટિકિટોનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમીના પગલે વિજીલન્સે ગોઠવેલી વોચમાં સુરતના ઉધનામાં આ નેટવર્કનું પગે‚ મળ્યું હતું અને ગુ‚વારે જ આ ઓપરેશન પાર પાડી તનુ કરિયાણા મોબાઈલના સંચાલક વશિષ્ઠસિંગને દબોચી લીધો હતો. વિજીલન્સ ૩.૯૦ લાખની કિંમતની ૯૬ લાઈવ ટિકિટ અને ૧૧૭ ઈ-ટિકિટોનું બુકિંગ મળી કુલ ૨.૬૩ લાખની ટિકિટ જપ્ત કરી હતી. ખોટી આઈડી અને ખાસ સોફટવેરથી ઈ-ટિકિટ બુક કરીને તેનું કાળા બજારમાં વેંચાણ થતું હોવાનું ખુલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.