સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી દ્વારકા જગત મંદિર પરિસરમાં રેલવેનું બૂકિંગ કાઉન્ટર પુન: શરૂ

યાત્રિકો, નગરજનોને હવે રાહત થશે

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમની ભલામણથી દ્વારકા સ્થિત જગતમંદિર પરિસરમા રેલવે ટીકીટ બુકીંગ કાઉન્ટર બંધ હતુ તે ફરીથી શરૂ થઇ ગયુ છે જેથી ખૂબ જ મોટીસંખ્યામા યાત્રિકો તેમજ નગરજનો માટે સાનુકુળતાઓ થઈ છે. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ તાજેતરમાં જ જામનગરની મુલાકાત આવ્યા હતા. રાજકોટ ડીવીઝનના ડીઆરએમ તેમજ સમગ્ર ટીમ સાથે સંસદસભ્ય પૂનમબેન માડમના નિવાસ સ્થાને મુલાકાતે આવ્યા હતા ત્યારે રેલવેને લગત મુદાઓની વિશેષ છણાવટ થઇ હતી તેમજ યાત્રીકોની હજુ સુવિધા વધે તે માટે સંસદ સભ્ય પૂનમબેન માડમ એ મુદાસર અને વિસ્તૃત બાબતોની ભલામણ કરી હતી. ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્ર્નો બાબતે સંસદસભ્ય વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા કરી મહત્વના રૂટ બાબતે નવી ટ્રેન બાબતોએ તેમજ મહત્વના સ્ટોપ  શરૂ કરવા તેમજ ફરીથી  આપવા બાબતે ભારપુર્વક ભલામણ કરી હતી સાથે સાથે લાંબા અંતરની અને મહત્વની ટ્રેનો યથાવત રાખવા પણ ભારપૂર્વકનુ ભલામણ સાથેનુ સુચન કર્યુ હતુ જેમા આ જગતમંદિર પાસેજ દેવસ્થાન સમિતિ ઓફીસમા રેલવે બુકીંગ કાઉન્ટર બંધ હતુ તે ફરીથી શરૂ કરવાની બાબતેની પણ ખાસ ભલામણ પણ કરવામા આવી હતી જે ભલામણના પગલે રેલવે વિભાગ દ્વારા તાત્કાલીક નોંધ લઇ દ્વારકા જગતમંદિર પરિસરમાં રેલવે બુકીંગ કાઉન્ટર તારીખ ૧૦ થી ફરીથી શરૂ કરી દેવામા આવ્યુ છે ઉલ્લેખનીય છે કે, તીર્થક્ષેત્ર દ્વારકામાં  દ્વારકાધીશજી મંદિરમાં અગાઉ રેલવે બુકીંગ કાઉન્ટર કાર્યરત હતુ તે  રેલ્વે વિભાગ દ્વારા ઘણા સમયથી બંધ કરવામા આવ્યુ હતુ. જેથી ખૂબ મોટી સંખ્યાના યાત્રિકોને અને નગરજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો માટે તે તુરંત કાર્યરત થાય તે માટે સંસદસભ્ય પૂનમબેન માડમ એ રેલવે વિભાગને ભલામણ કરી હતી.