રેલવે મુસાફરોને રાત્રિ  કરફયુમાંથી મૂકિત

ટિકિટ સાથે રાખતા વ્યકિતને રાત્રિ કરફયુમાંથી મૂકિત મળશે

 

અબતક, રાજકોટ

રાજયમાં કોરોનાના કેસમા સતત વધારો થઈરહ્યો હોય સંક્રમણ રોકવા માટે ગુજરાત સરકાર રાજકોટ સહિત રાજયની આઠ મહાનગરપાલિકા ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રીના 10 વાગ્યાથીલઈ સવારના 6 વાગ્યા કરફયુ અમલમાં છે. દરમિયાન રેલવે મુસાફરોને રાત્રિ કરફયુમાંથી મૂકિત આપવામાં આવી છે. હાલમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થતા ગુજરાત સરકાર દ્વારા દશ શહેરોમા રાત્રે 10 ગ્યાથીસવારના 6 વાગ્યા સુધી નાઈટ કફર્યું લાદવામાં આવ્યો છે. આદેશમાં, નાઈટ કફર્યું દરમિયાન, માન્ય ટિકિટ ધરાવતા રેલવે મુસાફરોને સ્ટેશન પર જવાની છૂટ છે. રેલવે તંત્ર મુસાફરોને માસ્ક પહેરવા, સામાજીક અંતર રાખવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને કોવીડના તમામ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરે છે.સ્ટેશન પરબિનજરૂરી ભીડ ન રાખો, પર્યાપ્ત અંતર જાળવો.