રેલવે ભરતીનું કોકડું ઉકેલવા સમિતિની રચના બિહારમાં તોફાનના પગલે પરીક્ષા સ્થગિત

અબતક, નવી દિલ્હી

બિહારમાં થયેલી કિસાને ધ્યાને લઇને રેલવે મંત્રાલય દ્વારા નોન-ટેકનીકલ પોસ્ટ માટેની ભરતીને સ્થગિત કરી દીધી છે એટલું જ નહીં આંદોલનકારીઓએ ચાર ટ્રેનના ડબ્બાને સળગાવી નાખ્યાં હતા. યુપીમાં બનેલી ઘટનાને પગલે પોલીસ પણ હરકતમાં આવી હતી. રેલવે મંત્રાલયએ અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્ાઓ પર ધ્યાન આપવા માટે પાંચ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. જે તેનું રીકમેન્ડેશન ચાર માર્ચ સુધીમાં આપવાનું રહેશે.

રેલવે ભરતી બોર્ડ (આર.આર.બી.)એ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (એનટીપીસી) માટે જાન્યુઆરી-2019માં 35,281 પદોની ઘોષણા કરીને ફેબ્રુઆરી-2019માં તેનું નોટિફિકેશન જારી કર્યું હતું. રેલવેના 35 હજાર પદો માટે 1.25 કરોડ કેન્ડિડેટ્સે અરજી કરી હતી અને 7.05 લાખ ક્વોલિફાય થયા હતા.

2019માં અમલમાં આવેલા નવા ધોરણોને અનુસરીને રેલવે બીજી ટેસ્ટ માટે ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કર્યા હતા અને તેની સંખ્યા ખાલી જગ્યાઓની કુલ સંખ્યા કરતા 20 ગણી હતી. ઉમેદવારોએ એક કરતાં વધુ શ્રેણી માટે અરજી કરી શકતા હોવાથી તેમાંથી ઘણા એક કરતાં વધુ કેટેગરીમાં ક્વોલીફાઇ થઇ બીજી ટેસ્ટ માટે લાયક કર્યા હતાં.

ત્યારે આંદોલનકારીઓએ મુખ્યત્વે બીજી ટેસ્ટની જોગવાઇ અને ઉમેદવારોને એક કરતાં વધુ કેટેગરીની નોકરીઓ માટે લાયક બનવાની મંજૂરી આપવા પર પ્રશ્ર્નો ઉઠાવી રહ્યાં છે.

રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવએ વિરોધકર્તાઓને જાહેર સંપતિને નુકશાન અને નાશ ન કરવા અપીલ કરતા કહ્યું હતું કે તમે દેશનું ભવિષ્ય છો. તમારે તમારી મિલકત સાચવવી જોઇએ. હું વિદ્યાર્થીઓને વિનંતી કરૂં છું કે કાયદો હાથમાં ન લે. જો આ મુદ્ો રાજકીય બની ગયો હોય તેવા પ્રશ્ર્નના જવાબમાં રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે આ કોઇ રાજકીય મુદ્ો નથી. આ એક સંવેદનશીલ મુદ્ો છે અને અમે તેનો ઉકેલ લાવવા પ્રયત્નો કરીએ છીએ.