Abtak Media Google News

સમર્થ વ્યાસને સનરાઈઝ હૈદ્રાબાદે , જયારે  પ્રેરક માંકડને લખનઉ સુપર જાઇન્ટસે ખરીદ્યા : જયદેવ ઉનડકટને પણ લખનઉ ખરીદ્યો

સનરાઈઝ હૈદરાબાદનો પૂર્વ સુકાની કેન વિલિયમસન હવે ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે : ગુજરાતે 2 કરોડની બેઝ પ્રાઈઝથી ખરીદ્યો

આઇપીએલ ઓકશનનો સૌથી મોંઘો ખેલાડી બનતો સેમ કરન, પંજાબએ 18.50 કારોડમાં ખરીદ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન માટે મેગા ઓકસન હાલ હાથ ધરાઇ રહ્યું છે. તારે પ્રથમ દિવસે જ સૌરાષ્ટ્રના વધુ બે ખેલાડીઓની કિસ્મત ચમકી હતી જેમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા સમર્થ વ્યાસ અને પ્રેરક માકડને ફ્રેન્ચાઇઝીટીમાં ખરીદ્યા છે એટલું જ નહીં જયદેવ ઉનડકટ ને પણ આ વર્ષે ખરીદનાર ટીમ મળી છે. જયદેવને આ વર્ષે 50 લાખ રૂપિયામાં લખનઉ ટીમે ખરીદ્યો છે જ્યારે પ્રેરક માકડને બેઇઝ પ્રાઇસ 20 લાખ રૂપિયામાં લખનઉની તેમે ખરીદ્યો છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે સમર્થ વ્યાસને પણ બેઇઝ પ્રાઇસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. સૌરાષ્ટ્રના ખેલાડીઓની કિસ્મત ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખરા અર્થે ચમકી છે તો બીજી તરફ દિલ્હી તરફથી રમી રહેલા ચેતન સાકરીયાને ટીમ દ્વારા રિટેઇન કરવામાં આવેલો છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની હરાજીના પ્રથમ દિવસે જ અનેક અપસેટ જોવા મળ્યા હતા જેમાં પ્રથમ દિવસે સર્વાધિક મોંઘો ખેલાડી તરીકે ઇંગ્લિશ પ્લેયર સેમ કરનને પંજાબ કિંગ્સએ 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પૂર્વે  સેમ કરનને ખરીદવા વિવિધ ફ્રેન્ચાઇઝી ટીમે ઉંચી બોલી લગાવી હતી પરંતુ અંતે પંજાબે 18.50 કરોડની ઊંચી બોલી લગાવતા ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે સેમ કરન આઇપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. અગાઉ 2021માં રાજસ્થાન રોયલ્સે સાઉથ આફ્રિકાના ક્રિસ મોરીસ માટે 16.25 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, જે અત્યાર સુધીના આઇપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી હતો.

જોકે, આઇપીએલની હરાજીમાં આ રેકોર્ડ બેવાર તૂટયો હતો અને ત્રીજીવાર તેની બરોબરી થઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીનને મુંબઈએ રૂપિયા 17.50 કરોડમાં અને ઈંગ્લેન્ડના સ્ટોક્સને ચેન્નાઈએ રૂપિયા 16.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી લીધા હતા. હરાજીમાં કુલ 80 ખેલાડીઓને 10 ફ્રેન્ચાઇઝીએ રૂ.167 કરોડમાં ખરીદ્યા હતા. તો સામે ઘણા એવા નામાંકિત ખેલાડીઓ હતા જેને ખરીદવામાં કોઈપણ આઇપીએલ ટીમે રસ દાખવ્યો ન હતો. અનકેપ પ્લેયરની વાત કરવામાં આવે તો ગુજરાત ટાઇટન સે શિવમ માવીને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે જ્યારે દિલ્હી કેપિટલ છે બિહારના ફાસ્ટ બોલર મુકેશ કુમારને 5.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને ગુજરાત ટાઇટન્સે તેની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો છે. વિલિયમસનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. આ પહેલા વિલિયમસન સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન હતો. હૈદરાબાદે તેને હરાજી માટે મૂક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.