રેલવેએ ખોટ અને કોરોનાની મંદીની કળ વાળવા ટૂંકા અંતરનું ભાડુ વધાર્યું

રેલવેમાં ટૂંકા અંતરની મુસાફરી મોંઘી થઈ, ક્યાંક તો ભાડુ ડબલથી પણ વધુ

કોરોના કટોકટી અને આર્થિક મંદી નાનાથી લઈ મોટાને નડે એ વાત ખોટી નથી. કોરોનાની મંદી અને બંધ ધંધામાં ખર્ચો ચડે તે નાના વેપારીઓને નડતો હોય તો રેલવે જેવા મોટા સાહસોને પણ પાઘડીનો વળ છેડે ભોગવવાનો વારો આવે. રેલવે પેસેન્જર અને ટૂંકા અંતરની ટ્રેનોના ભાડા વધારીને કોરોનાની ખોટ સરભર કરવા માટે ભાવ વધારો અમલમાં મુકી દીધો છે. લગભગ એકાદ મહિનાથી પાછલા બારણાથી શરૂ થયેલા ભાડા વધારા અંગે રેલવેની સ્પષ્ટતા આંખો ચાર કરી દેનારી બની છે. ભારેખમ ખોટ અને તેનું જોખમનું બહાનુ બનાવી રેલવેએ વધારેલા ભાડામાં દરરોજ ૩૦ થી ૪૦ કિ.મી.ની મુસાફરી કરતા લોકો પર બમણો ભાર આવી પડ્યો છે.

રેલવેએ પેસેન્જર ટ્રેનોના ભાડા વધારી મેલ અને એકસ્પ્રેસ ટ્રેનોના અનરિઝર્ડ ડબ્બાના ભાડાની બરોબરી કરી દેવામાં આવી છે. રેલવેએ કોરોના પૂર્વેની તુલનામાં ૬૫ ટકા જેટલી મેલ એકસપ્રેસ ચલાવવાનું શરૂ કરી દીધું છે. હાલ રાજકોટની ૩૨૬ પેસેન્જર ટ્રેન, ૧૨૫૦ મેલ એકસપ્રેસ, ૫૩૫૦ પરા વિસ્તારની ટ્રેનો ચલાવવામાં આવે છે અને તેમાં માત્ર ૩ ટકા જ પેસેન્જરો મળતા હોવાથી રેલવેને મોટી ખોટનો સામનો કરવો પડ્યો છે. રેલવેએ આ ખોટ સરભર કરવા માટે લોકલ ટ્રેનની મુસાફરી માટે ભાડુ વધારી દીધુ છે. લોકલ ટ્રેનનું ભાડુ ડબલ થવા પામ્યું છે. લોકલ ટ્રેનમાં અગાઉ ૨૫ રૂપિયામાં મુસાફરી થતી હતી તેના બદલે હવે ૫૫ રૂપિયા ચૂકવવા પડશે. રૂા.૩૦ની ટીકીટના રૂા.૬૦ અને ૩૦ થી ૪૦ કિ.મી.ની મુસાફરી કરતા લોકો માટે હવે બેવડા ભાવે મુસાફરી કરવી પડશે. ૨૦ કિ.મી.ના અંતરે ૨ સ્ટેશન વચ્ચે અત્યાર સુધી ૧૦ રૂપિયા ભાડુ હજુ જે ૨૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. ૧૫૦ કિ.મી.ના અંતરે આવેલા ૨ સ્ટેશનો પરનું ભાડુ ૧૦ ટકા વધ્યું છે. આમ કોરોનાની અસર હવે સૌથી વધુ રેલવેના મુસાફરોને થશે તેમાં પણ ટૂંકાગાળે દરરોજનું અપડાઉન કરતા મુસાફરો માટે ભાડુ ડબલ થઈ જવા પામ્યું છે.

રેલવે અનુસાર વધેલી કિંમતોને સમાન અંતર સુધી દોડનારી મેલ/એક્સપ્રેોસ ટ્રેનોના ભાડાના આધારે નક્કી કરવામાં આવી છે. એટલે કે હવે યાત્રીઓને ઓછા અંતરની યાત્રા માટે પણ મેલ/એક્સપ્રેસ બરાબર ભાડુ ચુકવવુ પડશે. તેવામાં ૩૦થી ૪૦ કિલોમીટર સુધીની યાત્રા કરનાર પેસેંજર્સને હવે વધુ ભાડુ ચુકવવુ પડશે. કોરોના વાયરસના ફેલાવને રોકવા માટે ભારતીય રેલવેએ ૨૨ માર્ચ, ૨૦૨૦એ ટ્રેનોના સંચાલનને બંધ કરવુ પડ્યુ હતું.

વર્તમાનમાં કુલ ૧૨૫૦ મેલ/ એકસપ્રેસ, ૫૩૫૦ ઉપનગરીય રેલ સેવા અને ૩૨૬થી વધુ યાત્રી ટ્રેનો દરરોજ દોડી રહી છે. અને તેમાં ઓછા અંતરની યાત્રી ટ્રેનોની કુપલ સંખ્યા કુલ રેલગાડીઓના ૩ ટકાથી પણ ઓછી છે. રેલ્વે કોવિડની પડકારજનક સ્થિતી દરમ્યાન પણ ટ્રેનોને ચલાવી રહ્યા હતા. કેટલીક ટ્રેનોને લોકોના લાભ માટે ઓછા યાત્રિઓ હોવા છતા પણ ચલાવાય રહી હતી. રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ભીડ નિયંત્રણ કરવા માટે કોરોના મહામારી પહેલાના સમયની તુલનામાં યાત્રી ટ્રેનોના ભાડામાં વધારો કર્યો છે.

ભારતીય રેલવેએ ઓછા અંતરની ટ્રેનોનું ભાડું વધારી દીધું છે. તેની પર વિપક્ષના હોબાળા બાદ રેલવેએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કોરોના કાળમાં શોર્ટ ડિસ્ટન્સ ટ્રેનોમાં બિનજરૂરી ભીડ વધવાથી રોકવા માટે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. હવે લોકલ ટ્રેનોથી મુસાફરી માટે વધુ ભાડું આપવું પડશે. રેલવેએ લોકલ ટ્રેનોમાં ભાડું બે ગણા સુધી વધારી દીધું છે. હવે મુસાફરોને ૨૫ રૂપિયાને બદલે ૫૫ રૂપિયા ભાડું આપવું પડશે. બીજી તરફ ૩૦ રૂપિયાના બદલે ૬૦ રૂપિયા ભાડું વસૂલવામાં આવશે.

માત્ર ૩ ટકા ટ્રેનોના ભાડામાં કરવામાં આવ્યો છે વધારો

ભારતીય રેલવેએ કહ્યું કે, કુલ સંખ્યાની માત્ર ૩ ટકા ટ્રેનો માટે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ભાડામાં કરવામાં આવેલા વધારાની માર દરરોજ ૩૦-૪૦ કિલોમીટર સુધીની મુસાફરી કરનારા મુસાફરો પર પડશે.