Abtak Media Google News

હજી રાત્રી કરફ્યુ ક્યારે હટશે તેના ઠેકાણા નથી ત્યાં અમદાવાદમાં ફેબ્રુઆરી માસમાં ડે- નાઈટ ટેસ્ટ મેચની જાહેરાત હાસ્યાસ્પદ

મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨૪થી ૨૮ ફેબ્રુઆરી તથા ૪થી ૮ માર્ચ દરમિયાન ટેસ્ટ મેચ, માર્ચ મહિનામાં તા.૧૨, ૧૪, ૧૬, ૧૮ અને ૨૦એ ટી-૨૦ મેચ

રાજ્યના કોરોનાનો કહેર જારી છે. અમદાવાદ સહિત ૪ મુખ્ય શહેરોમાં રાત્રી કરફ્યુ ચાલી રહ્યા છે. જે ક્યારે પૂર્ણ થશે તેના હજી કોઈ ઠેકાણા નથી. આ દરમિયાન અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ફેબ્રુઆરી અને  માર્ચ મહિના દરમિયાન ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડે અને નાઈટ ક્રિકેટ મેચના કાર્યક્રમની જાહેરાત હાસ્યાસ્પદ બની છે.

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ સૌથી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યુ છે. જેમાં આગામી વર્ષે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ રમાશે. ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ક્રિકેટ એકેડમીનું ઉદ્ધાટન કરવા સમયે ઇઈઈઈંના સચિવ જય શાહે જણાવ્યું કે, શહેરના મોટેરા સ્ટેડિયમ પર આગામી વર્ષે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે  ડે-નાઈટ વન-ડે રમાશે. જેમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૪ ટેસ્ટ મેચોની શ્રેણી આગામી ૭ ફેબ્રુઆરીથી શરૂ થશે. સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ ૨૪ ફેબ્રુઆરીથી અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૪ ફેબ્રુઆરીએ રમાશે. જ્યારે ચોથી અને અંતિમ ટેસ્ટ પણ આજ મેદાનમાં રમાશે. આ સાથે જ ૧,૧૦,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતા આ વિશાળ સ્ટેડિયમમાં જ ૫ ઝ૨૦ મેચો રમાશે.

આ રીતે કોરોના મહામારી બાદ ભારત પોતાના ઘર આંગણે પ્રથમ વખત કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મેજબાની કરશે. અગાઉ દક્ષિણ આફ્રિકાની ટીમ ગત માર્ચમાં ભારતનો પ્રવાસ કરનારી અંતિમ ટીમ હતી. જો કે કોરોનાના સંક્રમણને  પગલે ટીમ પોતાનો પ્રવાસ વચ્ચે છોડીને પરત ફરી ગઈ હતી.

ઈંગ્લેન્ડની ટીમ ગત સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં ભારતના પ્રવાસે આવવાની હતી, પરંતુ કોરોનાના કારણે ઇઈઈઈં અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આ પ્રવાસ સ્થગિત કરી દીધો હતો ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૫ ઝ૨૦ મેચ ભારતીય ટીમ માટે ઝ-૨૦ વિશ્વકપ પૂર્વે એક સારો અભ્યાસ સાબિત થશે. ઝ૨૦ વર્લ્ડકપ ભારતમાં આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં જ રમાવાનો છે. હાલ ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. વન-ડે સીરિઝ અને ઝ૨૦ સીરિઝ રમ્યા બાદ હવે બન્ને ટીમો વચ્ચે ૧૭ ડિસેમ્બરથી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ શરૂ થશે.ઉલ્લેખનીય છે કે નવા બનેલા મોટેરા સ્ટેડિયમ પર ૬ વર્ષ બાદ કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન થશે. આ સ્ટેડિયમ પર આખરી ઈન્ટરનેશનલ મેચ નવેમ્બર ૨૦૧૪માં શ્રીલંકા વિરુદ્ધ રમાઈ હતી. જ્યારે છેલ્લે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ કોરોનાની વર્તમાન સ્થિતિમાં કહેર ક્યારે થમશે તેનું હજુ કાંઈ નક્કી નથી. ત્યારે અમદાવાદમાં ટેસ્ટ મેચ રમાશે કઈ રીતે તે પણ આશ્ચર્ય છે. હવે જોવું એ રહ્યું કે મેચ દરમિયાન પણ જો કોરોનાનું સંક્રમણ યથાવત જ રહેશે તો કા તો મેચ કેન્સલ થશે કા તો પ્રેક્ષક વગર જ ખાલીખમ સ્ટેડિયમમાં મેચ રમાડવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.