Abtak Media Google News

જુનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વરસાદ પિરસંવાદ ગુગલ મીટના માધ્યમથી ઓનલાઈન યોજાઈ ગયો. જેમાં ર0 જેટલા આગાહીકારો જોડાયા હતા. 40 જેટલી આગાહીઓ મંડળને મળી હતી. જેમાં આઠ થી દસ આની સરેરાશ વરસાદ, મધ્યમ વરસાદ વિગેરેની જાહેરાતના આધાર-પુરાવા જાહેર કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ મંડળને પડકાર ફેંક્યો છે. આગાહીકારોની તમામ આગાહીઓની ક્સોટી માટે તૈયાર કરેલ સંપુટ જાથાને મોકલી વિશ્ર્વસનીયતા સાબિત કરવા આહવાન કરવામાં આવ્યું છે. આગામી સપ્તાહમાં પસંદગી મથકોએ આગાહીઓની હોળી કરવાનો કાર્યક્રમ અમલમાં મુકાશે.

વર્ષા પિરસંવાદમાં વરતારાના અવલોકનમાં વાવણીલાયક વરસાદ જુનના ચોથા અઠવાડીયામાં થાય તેવું અનુમાન, જુલાઈના ત્રીજા-ચોથા અઠવાડીયામાં અતિવૃષ્ટિ થવાની શક્યતા, 16 મી ઓગસ્ટ બાદ વરસાદની ખેંચ વર્તાય તેવા સંજોગો, માવઠાની નવેમ્બરના બીજા અઠવાડીયામાં શક્યતા, વર્ષ મધ્યમ રહેવાની સાથે 8 થી 10 આની રહેવાની સંભાવનાઓ આગાહીકારીઓએ મોકલી છે. આગાહીકારોને પોતાના ઘરે અનુભવ પછી મંડળને આગાહીઓ મોકલી છે. તેમાં પ્રથમ જ શંકા ઉપજે કે વિજ્ઞાનની ક્સોટીને એરણે ચડાવી શકાય છે કે નહિ.

અવૈજ્ઞાનિક તારણો લોકોના માથા ઉપર ઠોકી બેસાડયા. ક્યાં ક્યાં વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ, દૈનિક અવલોકનનો વ્યાપનો વિસ્તાર કેટલો ? વરતારાનો વ્યાપ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉ. દક્ષ્ાિણ ગુજરાત, મધ્ય ગુજરાત જાહેર કરવો જોઈએ. હોળીની જાળનું અવલોકનનો વિસ્તાર, વનસ્પતિ, જયોતિષ, નક્ષત્ર, મેઘમાયા, પશુ-પક્ષીની ચેષ્ઠાના તારણોનો વિસ્તાર વિગેરે આગાહીઓ જાથાને મોકલી મંડળે વિશ્ર્વસનીયતા સાબિત કરવી જોઈએ. જાથા 40 આગાહીઓ માટે 40 જાથાના સદસ્યને મોકલી તટસ્થ હકિક્ત લોકો સમક્ષ મુકશે તેવી આગાહીઓને ક્સોટી માટે મોકલવા મંડળને પ્રાર્થના છે.

વર્ષા વિજ્ઞાન મંડળની માનસિક્તા વિમાનના બદલે બળદ ગાડીનો પ્રવાસ લઈ જવાનો નિમ્ન પ્રયાસને જાથા વખોડે છે. ર1 મી સદીમાં અવૈજ્ઞાનિક વરતારા બંધ કરવાથી જનસમાજને કશું જ નુકશાન થવાનું નથી. આગાહીકારો માત્ર પોતાની પ્રસિધ્ધી માટે વરતારા કરતા હોય તેવું અનુભવે જાથા જાહેર કરે છે. છેલ્લા ર0 વર્ષથી વરતારા સંપુર્ણ ખોટા પડે છે તેથી આગાહીઓ બંધ કરવા જાથા ચેતવણી આપે છે.

અંતમાં વિજ્ઞાન કેન્દ્રોના અભિપ્રાય સ્પષ્ટ આંકડાકીય કારણો, વિશ્ર્વસનીયતાના પાયા ઉપર હોય છે. આગાહીકારો માત્ર અવૈજ્ઞાનિક સાધનો, સ્ફુરણા આધારીત ગપગોળા સિવાય કશું જ નથી. વરતારા બંધ કરવા જાથા આખરી ચેતવણી આપે છે. આગામી સપ્તાહમાં વરતારાની હોળી કરી બંધ કરવા સંબંધી જાથા જનજાગૃતિ કેળવવા પ્રયત્નો કરશે.

જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો.98રપર 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.