Abtak Media Google News

આકાશમાં વાદળો બંધાવા લાગ્યા, કાલે અરબી સમૂહમાં લો પ્રેશર ઉદ્ભવશે, બે દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સામાન્ય વરસાદની સંભાવના

છેલ્લા બે માસથી કાળઝાળ ગરમીમાં સંકાય રહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. મેઘરાજાની પાવન કારી પઘરામણી થાય તે દિવસો હવે દુર નથી. આકાશમાં વાદળો બંધાવવા લાગ્યા છે. અસહય ઉકળાટનો અહેસાસ પણ થઇ રહ્યો છે. આજે સવારે રાજકોટમાં અનેક વિસ્તારોમાં વરસાદના સામાન્ય છાંટા પડયા હતા. રોડ ભીના થઇ રહ્યા હતા. સવારે વાદળ છાંયુ વાતાવરણ ઘવાયુ હતું. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ વર્ષ ચોમાસુ સમયસર બેસી જશે તેવી આગાહી અગાઉ જ હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આવતીકાલે અરબી સમુહુમાં એક લો. પ્રેશન સર્જાયાનું છે. જેની સાનુકુળ અસરના કારણે કેરળમાં ૧લી જૂન સોમવારે ચોમાસુ બેસી જાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. ૮મી જૂન આસપાસ મુંબઇમાં પણ ચોમાસા બેસી જશે. રાજકોટ સહિત સમ્રગ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વઘતા અસહય ઉકળાટનો અહેસાર થઇ રહ્યો છે.

આજે સવારે રાજકોટમાં ગગન ગોખે વાદળો બંધાયેલા જાવા મળ્યા હતા. સવારના સમયે શહેરના અનેક વિસ્તારોમા સામાન્ય છાંટા પડ્યા હતા. અસહય ઉકળાટમાં લોકો પરસેવાથી રેબઝેબ થઇ ગયા હતા. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છુટાછવાય વિસ્તારોમાં સીબી ફોમેશનના કારણે ગજબીજ સાથે વરસાદ પડવાની પણ શકયતા રહેલી છે. ગઇકાલે સાંજે વડોદરામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી. કાલે અરબી સમૂદ્રમાં લો. પ્રેશર સજોશે જે હાલ જે રિતે આગળ વધી રહ્યું છે. તેથી આ ગતી ચાલુ રહેતો સૌરાષ્ટ્રમાં આગામી મંગળવારથી ગુરુવાર સુધીમાં અનેક સ્થળોએ વાવણી લાયક વરસાઇ વરસી શકે છે. આજે સવારે શહેરમાં વાદળ છાંયુ વાતાવરણ રહ્યા બાદ સૂર્યનારાયણ પોતાનો પ્રકાશ ફેલાવતા આકાશ સંપૂણ પણે કલીયર થઇ ગયુ હતું. જોકે હની બફારાના કારણે લોકો પરસયે નિતરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.