વરસાદ આવશે ને તંત્રની પોલ ખોલશે: ઉમરગામમાં લોકાર્પણના હજુ 2 દિવસ થયા ને વરસાદી ઝાપટાથી રોડ પર ભૂવા

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે. ચોમાસું બેસવાથી ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળે. વરસાદ આવવાની સાથે જ વીજ પુરવઠો, રોડ રસ્તાને નુકસાન થવાની સંભાવના રહે છે. હાલમાં જ આવો એક કિસ્સો આપણે જોવા મળ્યો, જેમાં કરોડોના ખર્ચે રોડ બનવામાં આવ્યો ને વરસાદના ઝાપટાએ તેની પોલ ખોલી નાખી.

વલસાડ જિલ્લાના ઉંમરગામમાં બનાવામાં આવેલો 300 મીટરનો રોડ વરસાદના ઝાપટા આવવાથી રસ્તા પર પાણી ભરાય ગયા હતા અને અમુક જગ્યા પર ખાડા ખબડા જોવા મળ્યા છે. આ રોડના લોકાપર્ણના 2 દિવસની પછી જ રોડની આવી હાલત થતા લોકો રોષે ભરાયા છે. લોકોએ આ વિકાસના કામ સામે ઘણા બધા પ્રશ્ન ઉભા કર્યા છે.
રસીકરણ અને 80 કરોડ ગરીબો માટે મોટી જાહેરાત, વડાપ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની મહત્વની વાતો

આ રોડ ઉમરગામ નગરપાલિકા દ્વારા 14માં નાણાંપંચ ગ્રાન્ડ હેઠળ બનાવામાં આવ્યો છે. આ રોડમાં સામાન્ય વરસાદના ઝાપટા આવવાથી પાણી ભરાય ગયું છે. જેથી વાહનચાલકોને વાહન ચલાવામાં તકલીફનો સામનો કરવો પડ્યો છે. રોડની એક બાજુ પાણી ભરાયેલ હોવાથી તે લોકોને ડીવાઈન્ડર પાસેથી ગાડી ચલાવી પડી હતી.

વલસાડ જિલ્લામાં ઉમરગામમાં થોડા સમય પહેલા 300 મીટરનો રોડ 1 કરોડ 80 લાખના ખર્ચે બનવામાં આવ્યો હતો. આ આંકડાકીય માહિતી ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી. 300 મીટરના રોડનું લોકાપર્ણ બે દિવસ પહેલા વનમંત્રી રમણ પાટકરે કર્યુ હતુ.