Abtak Media Google News

સુત્રાપાડામાં અઢી ઈંચ, લાલપુર-માણાવદરમાં બે ઈંચ, વેરાવળ, નખત્રાણા, માળીયા હાટીના, કુતીયાણા, મુંદ્રા, અબડાસામાં  દોઢ ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં સિઝનનો  77.55 ટકા વરસાદ

શ્રાવણમાં અષાઢી માહોલ જામ્યો છે. છેલ્લા 244 કલાક દરમિયાન રાજયનાં 198 તાલુકાઓમાં વરસાદ  વરસી ગયો છે. સૌરાષ્ટ્ર પર મેઘકૃપા અવિરત ચાલુ છે. રાજયનાં સિઝનનો 81.63 ટકા વરસાદ વરસી ગયો છે. હજી અવિરત મેઘકૃપા વરસીરહી છે. આજથી રાજયમાં વરસાદનું જોરઘટી  જશે.

આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન  રાજયનાં 33 જિલ્લાના  250 તાલુકાઓ પૈકી 198 તાલુકાઓમાં વરસાદ  વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ  કચ્છના માંડવીમાં 73 મીમી અર્થાંત 3 ઈંચ જેટલો  વરસાદ પડયો છે.

કચ્છમાં ગઈકાલે મેઘાવી માહોલ રહ્યો હતો. અબડાસામાં દોઢ ઈંચ, નખત્રાણા, અને અને મુંદરામાં દોઢ ઈંચ વરસાદ પડયો છે.  ભૂજમાં  એક ઈંચ, લખપતમાં એક ઈંચ, અંજારમાં અર્ધા ઈંચ વરસાદ પડયો છે. કચ્છ રિજીયનમાં સીઝનનો 132.65 ટકા વરસાદ વરસી ગયો છે.

સૌરાષ્ટ્રમાં પણ ગૂરૂવારે  મેઘકૃપા વરસી હતી. રાજકોટ જિલ્લામાં લોધિકામાં  સૌથી વધુ એક ઈંચ વરસાદ વરસી ગયો હતો જયારે જામકંડોરણા અને પડધરીમાં પોણો ઈંચ, ધોરાજીમાં અર્ધા ઈંચ વરસાદ વરસ્યો  હતો.

જામનગર જિલ્લાના લાલપુરમાં બે ઈંચ, ધ્રોલ અને જોડીયામાં એક એક ઈંચ, જામનગરમાં અર્ધો ઈંચ. દેવભૂમી દ્વારકા જિલ્લામાં અર્ધોથી પોણો ઈંચ પોરબંદર જિલ્લાના કુતીયાણામાં સવા ઈંચ,  પોરબંદરમાં ત્રણ ઈંચ, રાણાવાવમાં દોઢ ઈંચ, જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં  બે ઈંચ, માળીયા હાટીનામાં દોઢ ઈંચ, કેશોદમાં એક ઈંચ, વિસાવદરમાં પોણો ઈંચ મેંદરડામાં અર્ધો ઈંચ વરસાદ  પડયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં  સુત્રાપાડામાં  અઢી ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ, કોડીનાર અને તાલાલામાં અર્ધો ઈંચ વરસાદ પડયો હતો.

અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ઝાપટાતી લઈ અર્ધો ઈંચ  વરસાદ  પડયો હતો. રાજયમાં સીઝનનો 81.63 ટકા વરસાદ પડયો છે. કચ્છ રિજીયનમાં 132.65ટકા, ઉતર ગુજરાતમાં સૌથી ઓછો  68.75 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં   70.18 ટકા, સૌરાષ્ટ્રમાં  77.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં  91.72 ટકા વરસાદ વરસી ગયો છે.

ન્યારી-1 સહિત 11 ડેમમાં 11 ફૂટ સુધી પાણીની આવક

સૌરાષ્ટ્રમાં અવિરત મેઘ મહેરના કારણે જળાશયોમાં પાણીની સતત આવક થઇ રહી છે. ન્યારી-1 સહિતના 11 ડેમોમાં 11 ફૂટ સુધી પાણીની આવક થવા પામી છે. મોજ ડેમમાં 0.82 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.26 ફૂટ, મચ્છુ-1 ડેમમાં 0.20 ફૂટ, સસોઇ ડેમમાં 0.75 ફૂટ, ફૂલઝર-1 ડેમમાં 0.20 ફૂટ, સપડા ડેમમાં 0.95 ફૂટ, રૂપાવટીમાં 10.66 ફૂટ, રૂપારેલ ડેમમાં 2.62 ફૂટ, પાણીની આવક થવા પામી છે. જ્યારે વર્તુ-2 ડેમમાં 0.33 ફૂટ, મીણસાર (વાનવડ)માં 0.66 ફૂટ અને વાંસલ ડેમમાં નવુ 1.31 ફૂટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.