Abtak Media Google News

બે દિવસમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પાક અને પાણીનું ચિત્ર સંપૂર્ણ પણે ફેરવી નાખ્યું છે. ક્રિકેટના મેદાનમાં ફેરવાઈ ગયેલા ડેમોના સ્ત્રાવ વિસ્તારોમાં હાલ જળ વૈભવ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં સિઝનનો કુલ ૬૧.૫૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓ પૈકી સૌથી વધુ વરસાદ દેવભૂમી દ્વારકા જિલ્લામાં પડયો છે. જયારે સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પડયો છે.

સૌરાષ્ટ્રના ૯૦ તાલુકા પૈકી એક માત્ર માંગરોળ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજ સુધીમાં ૪૩ ટકા વરસાદ પડયો છે.

રાજકોટ જિલ્લામાં ૫૭.૧૨ ટકા, મોરબી જિલ્લામાં ૫૭.૪૬ ટકા, જામનગર જિલ્લામાં ૫૭.૪૮ ટકા, દેવભૂમી દ્વારકા જિલ્લામાં ૭૮.૬૧ ટકા, પોરબંદર જિલ્લામાં ૭૦.૭૦ ટકા, જૂનાગઢ જિલ્લામા ૬૭.૮૪ ટકા, ગીર સોમનાથ જિલ્લામાં ૬૧.૧૧ ટકા, અમરેલી જિલ્લામાં ૬૭.૫૬ ટકા, ભાવનગર જિલ્લામાં ૬૧.૦૨ ટકા અને બોટાદ જિલ્લામાં ૬૧.૫૬ ટકા વરસાદ પડયો છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ આ જીલ્લામાં પડ્યો 

રાજયમાં આજ સુધીમાં સિઝનનો કુલ ૫૭.૭૪ ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં ૫૬.૩૦ટકા ઉતર ગુજરાતમાં ૪૬.૦૩ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૪૯.૩૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૧.૫૬ ટકા અને સાઉથ ગુજરાતમાં ૬૩.૧૨ ટકા વરસાદ વરસી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.